અંક્લેશ્વરના કન્ટેઇમેન્ટ ઝોનમાં શાકમાર્કેટ શરુ થઇ જતા દોડધામ

0
55

ભરૂચ
તા : 24
ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં આજે કન્ટેઇમેન્ટ ઝોનમાં શાકમાર્કેટ શરુ થઇ જતા નગરપાલિકાના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી અને પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાત એમ છે કે અંકલેશ્લરમાં આવેલા ચૌટા બજારમાં કોરોનાના કેસમાં વધારો થતા તે વિસ્તારને કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરાયો હતો. ત્યારે આજે સવારે આ વિસ્તારમાં આડાશ હોવા છંતાય, કેટલાંક લોકોએ ત્યાં શાકભાજીનું વેચાણ શરુ કરી દીધુ હતુ. જે અંગેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા નગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને લોકોને હટાવ્યા હતા. તો સ્થાનિક પોલીસની મદદથી કેટલાંક લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે ભરુચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે ત્યારે અંકલેશ્વરમાં આ ઘટના બનતા તંત્રએ હવે આ પ્રકારની બેદરકારી દાખવનાર સામે આકરા પગલા ભરવાનું નક્કી કર્યુ છે.