અંતિમ સફરે નીકળ્યા સુષ્મા સ્વરાજ…મોટો ચાંલ્લો, લાલ સાડી, દીકરી ચહેરા પરથી હટાવતી રહી ફૂલ

0
330

સુષ્માજીના કપાળ પર મોટો ગોળ ચાંલ્લો અને વાણીમાં ગજબની ધાર. ભાષણ કળાની સાથે જ સુષ્માની ડ્રેસિંગ સેંસ તેમની આગવી ઓળખ રહી. બુધવારના રોજ અંતિમ સંસ્કાર પર નીકળતા જ લાલ ગોળ ચાંલ્લો સુષ્માના માથા પર રહેતો હતો. લાલ સાડીમાં લપેટાયેલ સુષ્મા જાણે બોલી પડશે. પીએમ મોદી અને અડવાણી શું, જેમને પણ સુષ્માને જોઇ તેમની આંખનો ખૂણો ભીનો થઇ ગયો અને ડૂમો ભરાઇ આવ્યો.

સુહાગણની જેમ સજતા હતા સુષ્મા
સવારે જંતર-મંતર સ્થિત આવાસ પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સુષ્મા સ્વરાજના નશ્વર દેહને અંતિમ દર્શન માટે ભાજપ હેડક્વાર્ટર લવાયો. હિન્દુ રીત-રિવાજ પ્રમાણે પૂર્વ વિદેશ મંત્રીને સુહાગણની જેમ શણગારવામાં આવ્યા હતા. માથા પર તેમની ઓળખ રહેલ મોટો લાલ ચાંલ્લો લગાવ્યો હતો અને શરીર પર સુહાગની નિશાની લાલ ચુંદડી હતી, જેને તેઓ મોટાભાગે કરવાચોથ પર પહેરેતા દેખાતા હતા.

સુષ્માના અંતિમ દર્શન માટે ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા પહોંચી રહ્યા છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ ભાજપ ઓફિસમાં પૂર્વ વિદેશ મંત્રીને શ્રદ્ધાંજલિ આપી.

માતા સુષ્માના ચહેરા પરથી ફૂર સાફ કરતી હતી દીકરી
આ દરમ્યાન સુષ્માની દીકરી બાંસુરી પણ તેમની સાથે હતી. તેઓ શ્રદ્ધાંજલિના ફૂલોને સુષ્માના ચહેરા પરથી હટાવતા હતા. પાર્ટી ઓફિસમાં સુષ્માજીના નશ્વર દેહને સફેદ ફૂલોથી શણગારેલા મેજ પર રખાયો. થોડીક વાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાએ તેમના મૃતદેહને ભાજપના ઝંડાથી ઢાંકી દીધો.

સુષ્માજીના પહેરવેશમાં ઝળકતી રહી ભારતીયતા
રાજકારણમાં પગ મૂકવાની સાથે જ સુષ્મા સ્વરાજનો લુક એકદમ અલગ રહ્યો છે. કોટન કે સિલ્કની સાડી, માથા પર ચાંલ્લો અને વિદાઉટ સ્લીવ્સ જેકેટ. વિદેશ યાત્રા દરમ્યાન પણ સુષ્મા સ્વરાજ આ જ લુકમાં દેખાતા હતા. તેમનો આ લુક એટલો ફેમસ થઇ ગયો હતો કે કેટલીક વખત સ્કૂલના બાળક ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં આ લુકમાં દેખાતા હતા. આવી જ એક બાળકીનો ફોટો ટ્વીટ કરતાં સુષ્માએ કહ્યું હતું, ‘લોક તમને રિયલ અને મને ડુપ્લિકેટ કહેવા લાગશે.’