અનંત યાત્રાએ સુષ્મા સ્વરાજ, આ દિગ્ગજ નેતાઓએ અરથીને આપી કાંધ

0
169

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો નશ્વર દેહ થોડીક જ વારમાં પંચતત્વમાં વિલીન થઈ જશે. બીજેપી હેડક્વાર્ટરમાં રાખવામાં આવેલો તેમનો પાર્થિવ દેહ હવે લોધી રોડ સ્થિત ક્રિમેટોરિયમ લાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર થવાના છે. બીજેપીનાં મુખ્યાલયમાં બીજેપીનાં વરિષ્ઠ નેતાઓ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અર્થીને કાંધ આપી હતી.

આ પહેલા પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનાં નશ્વર શરીરને તિરંગામાં લપેટીને રાજકીય સમ્માન આપવામાં આવ્યું હતુ. તેમની દીકરી બાંસુરી અને પતિ સ્વરાજ કૌશલ સહિત તમામ ઉપસ્થિત લોકોએ સલામી આપી હતી. ઉલ્લેખનીય છે કે શુષ્મા સ્વરાજની તબિયત ઘણા સમયથી સારી નહોતી.

રાત્રે તેમની તબિયત કથળતા દિલ્હીની એઇમ્સમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સુષ્મા સ્વરાજને હ્રદય રોગનો હુમલો થયો હતો.