અફઘાનીસ્તાનમાં એક દિવસમાં 915 નવા કેસ નોંધાયા

0
79

કાબુલ
તા : 05
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 66.98 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.93 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 32.45 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.પેરુમાં મૃત્યુઆંક 5 હજારને પાર થઈ ગયો છે. અફઘાનીસ્તાનમાં શુક્રવારે 915 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસ 18 હજાર 969 થયા છે. અત્યાર સુધીમાં અહીં 309 લોકોએ જીવ ગુમાવ્યા છે. બ્રાઝીલમાં સંક્રમિતોની સંખ્યા 6 લાખ 15 હજાર 870 થઈ ગઈ છે. જેમા 34 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. ચીલીમાં કોરોના સંક્રમણના કેસ 1.18 લાખથી વધારે નોંધાયા છે અને 1356 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 4664 નવા કેસ નોંધાયા છે અને 81 લોકોના મોત થયા છે. નવા નોંધાયેલા કેસમાં 492ને કોરોનાના કોઈ લક્ષણ નથી.