અમદાવાદ,તા;11 રાજ્યમાં અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે અમદાવાદમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. અમદાવાદના છારાનગરમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારીને તેની વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેના કારણે સગીરાને લાગી આવતા આપઘાત કર્યો હતો. ત્યારબાદ છારાનગરમાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના છારાનગરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. દુષ્કર્મ બાદ સગીરાનો વીડિયો વાયરલ કરવાની આરોપીએ ધમકી હતી. ત્યારબાદ શખ્સે દુષ્કર્મ આચરતા સગીરાએ ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાતો કર્યો છે. તમને જણાવીએ કે 10 દિવસ અગાઉ અમદાવાદના છારાનગરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી.

આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. સરદારનગર પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ પણ કરી હતી. ત્યારે હવે લાગી આવતા આવતા સગીરાએ આપઘાત કર્યો છે. સગીરાના આપઘાત બાદ છારાનગર વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.