અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજીયાત, માસ્ક વિના નીકળ્યા તો રૂ.5000 નો દંડ

0
127

અમદાવાદ,તા:12 અમદાવાદમાં હવે જાહેર માર્ગ પર માસ્ક પહેરવું ફરજીયાત માસ્ક વગર ફરતા લોકો ને 5000 રૂપિયા અથવા 3 વર્ષ ની જેલની સજા થશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરનું નિવેદન. આવતી કાલે સવારે છ વાગ્યે આ કાયદો અમલમાં આવશે.

ગુજરાતમાં કોરોનાનો આતંક વધી રહ્યો છે, ત્યારે છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 25 નો વધારો થયો છે. 4 લોકો વેન્ટિલેટર પર છે. જેમાં અમદાવાદના રાણીપમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે અને આણંદમાં નવા 2 કેસ નોંધાયા છે. મોટા ભાગના કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. અત્યાર સુધીમાં 44 લોકો ડિટ્ચાર્જ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 2663 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેર વચ્ચે વધુ નવા 25 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા 493 પર પહોંચી છે. જે નવા 25 કેસ આવ્યા છે. તેમાં 23 કેસ અમદાવાદ માં નોંધાયા છે. નવા કેસ પૈકી મોટાભાગના કેસ હોટસ્પોટમાંથી જ સામે આવ્યા છે. સાથે જ અમદાવાદની એલજી હોસ્પિટલમાં ઘોડાસરના 75 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે.