અમદાવાદ ગુજરાતનું ‘ન્યૂયોર્ક’ બનવાના માર્ગે….

0
96

અમદાવાદ ,તા:18 આજે તો 12 જ કલાકમાં રેકોર્ડ બ્રેક 143 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો હતો. ગુજરાતમાં કેસ વધવાની સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે ગુજરાતમાં 7 લોકોના મોત થયા છે. એમાંય અમદાવાદમાં 12 કલાકમાં 4 લોકોના કોરોનાથી મોત થઈ ગયા છે.

ગુજરાતમાં રોજે રોજ કુદકેને ભુસકે વધી રહેલાં કોરોના પોઝિટિવના કેસે રાજ્યને બાનમાં લીધું છે. શનિવાર સુધીમાં રાજ્યમાં કુલ 1272 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી એકલાં 60 ટકા કેસ તો માત્ર અમદાવાદ શહેરના છે. જો કે અમદાવાદમાં દિવસ અને રાત વધી રહેલાં કોરોનાના કેસ શહેરને ગુજરાતનું વુહાન બનાવી દેશે!

અમદાવાદમાં 12 કલાકમાં 4 લોકોના મોત થઈ ચુક્યા છે એટલે સરેરાશ દર 3 કલાકે એક મોત થઈ રહ્યુ છે. જ્યારે 12 કલાકમાં 143 કેસ એટલે દર પાંચ મિનિટે એક કેસ કોરોના પોઝિટિવ સામે આવી રહ્યો છે.

વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના પ્રથમ કેસ ચીનના વુહાનથી આવ્યા હતા. જ્યાં એકાએક હજાર કેસ આવતાં વિશ્વના દરેક ખુણે વુહાનની ચર્ચા થઈ હતી. એવી જ રીતે ગુજરાતમાં અમદાવાદમાં વધી રહેલાં કોરોનાના કેસની ચર્ચા થઈ રહી છે. શનિવાર સુધીમાં 765 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 12 કલાકમાં જ 143 નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા.

આજે એલ.જી હોસ્પિટલના 3 કર્મચારી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે. ગઈ કાલે ડોક્ટર સહિત પાંચ અને એ પહેલા પણ ડોક્ટર સહિત પાંચ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. LG હોસ્પિટલમાં ડોક્ટર, પ્રોફેસર સહિત 13 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

.