અમીરગઢ પાસે ડીઝલ ભરેલી ટ્રક પલટી, લોકોએ ચલાવી ઉઘાડી લૂંટ

0
93

બનાસકાંઠા
ગુજરાતમાં સામાન્ય રીતે દરરોજ માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે ત્યારે રોડ અકસ્માતની વધુ એક ઘટના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસે બની છે. જ્યાં એક ડીઝલ ટેન્કરે ત્રણ જેટલા બાઈકને અડફેટે લીધા હતા.
ત્યાર બાદ ડીઝલ ટેન્કર પલટી ગયું હતું. ઘટનાના પગલે ટેન્કરમાં ભરેલું ડીઝલ રસ્તા ઉપર વહેવા લાગ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. લોકોએ ડીઝલની ઉઘાડી લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં બાઈક સવાર પાંચ વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી હતી.
જેને સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચીને લોકોને ભગાડ્યા હતા અને સ્થિતિને કાબુમાં લીધી હતી. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં આવેલા અમીરગઢના ધનપુર પાટીયા ઉપર ડીઝલના ટેન્કરે અકસ્માત સર્જયો હતો. ધનપુર પાટીયા પાસ થતું હતું ત્યારે ટેન્કરના ડ્રાઈવરે ગફલત ભર્યું વાહન હંકારતા રોડ ઉપર જતાં ત્રણ બાઈકોને અડફેટે લીધા હતા.