અરવલ્લી શામળાજીના શામલપુરની ઘટના,વિદેશી દારૂ ભરેલી કારને નડ્યો અકસ્માત

0
217

અરવલ્લી,તા:10 અરવલ્લી શામળાજીના શામલપુર પાસે અકસ્માત સર્જાયો પુરપાટ ઝડપે આવી રહેલી કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો કારમાં દારૂ ભરેલો હોવાના પગલે કારચાલક પોલીસ થી બચવા કાર પૂરપાટે હાંકતો હોવાની સ્થાનિકોએ જણાવ્યું હતું કારમાં સવાર કારચાલક હાલ ઘટના સ્થળે થી ફરાર થઇ ગયો છે જોકે કારમાં ભરેલો દારૂ રોડ પર વેડફાઈ જતા રોડ પર દારૂની રેલમછેલ જોવામળી હતી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતીને કાર ડ્રાયવર વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે