અર્જુન મોઢવાડીયાએ કરી FB પોસ્ટ,વિદ્યાર્થીઓ પર દબાણ કરી CAAના સમર્થનમાં પોસ્ટકાર્ડ લખાવાયા

0
138

અમદાવાદ,તા:22 ગુજરાત ભાજપ દ્વારા CAA(નાગરિકતા કાયદો) ઘડવા બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન આપવા 5 લાખ પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ મામલે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢ વાડીયાએ એફબી પોસ્ટ સાથે હેતાલી સોલંકી અને તેના વાલીનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ એફબી પોસ્ટમાં લખ્યું છે કે, અમદાવાદના ચાંદખેડામાં આવેલી પ્રગતિ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પર દબાણ કરીને CAAના સમર્થનમાં પ્રધાન મંત્રીને પોસ્ટકાર્ડ લખવાની ફરજ પડાઈ છે. બાળકોનો રાજકીય ઉપયોગ શરમજનક બાબત છે. અર્જુન મોઢવાડીયા આગળ લખે છે ભાજપ સરકારની અણઘડ અને ટુંકા રાજકીય દ્રષ્ટિકોણને કારણે ગુજરાતનું શિક્ષણતંત્ર ખાડે ગયું છે,ત્યારે શિક્ષણનું સ્તર સુધારવાની જગ્યાએ શાળાઓ પર દબાણ કરીને આવા અનેક તાયફા કરાવતા ભાજપના નેતાઓને લાજ પણ આવતી નથી. શિક્ષકો તીડ ઉડાડે, સમારોહમાં ભોજનનો થતો બગાડ અટકાવે અને હવે CAAના સમર્થનમાં બાળકો પાસે પોસ્ટકાર્ડ લખાવે..તો પછી શિક્ષણકાર્ય ક્યારે થશે???