અર્જુન રામપાલે 25 વર્ષ જૂનો ફોટો શેર કર્યો

0
120

મુંબઈ,તા:01 કોરોના વાયરસ બાદ ચાલી રહેલા લોકડાઉનમાં બોલિવૂડની હસ્તીઓ પોતાના જૂના ફોટો શેર કરીને યાદ તાજી કરી રહ્યા છે. કોઈ પોતાના બાળપણની તસવીરો મૂકી રહ્યા છે તો કોઈ જીવનની યાદગાર પળોને વાગોળીને તે તસવીરો પોસ્ટ કરી રહ્યા છે. અર્જુન રામપાલે પણ પોતાના જૂના ફોટો શેર કરીને પોતાના મોડેલિંગના દિવસોને યાદ કર્યા છે. 25 વર્ષ અગાઉ અર્જુન રામપાલ મોડેલિંગ કરતા હતા તે વખતનો એક ફોટો તેમણે શેર કર્યો છે.

મોડેલિંગના દિવસોનો થ્રો બેક ફોટો

આ ફોટો શેર કરીને રામપાલે તે કેટલો જૂનો છે તેનું કારણ પણ કહ્યું છે. તેમણે ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીને એક સવાલ કરતા લખ્યું છે કે મોડેલિંગના દિવસોનો થ્રો બેક. કદાચ 1995 કે 1996નો છે. શું લાગે છે રતનાની? ક્યારનો ફોટો છે? ડબ્બુએ જવાબ આપવામાં વાર કરી નથી અને તરત જ તેમણે ફોટોની ડિટેઇલ આપી દીધી. તેમણે લખ્યું છે કે મને બરાબર યાદ છે કે આ આપણું પ્રથમ ફોટોશૂટ હતું. મેં ફોન કરીને તારી સાથે આ ફોટોશૂટ નક્કી કર્યું હતું. અને આપણે જેસલમેરમાં પહેલી વાર મળ્યા હતા. આ 1995નો ફોટો છે ભાઈ.

2001માં કર્યો હતો કરિયરનો પ્રારંભ

અર્જુન રામપાલે તેની ફિલ્મી કરિયરનો પ્રારંભ 2001માં પ્યાર, ઇશ્ક ઔર મુહોબ્બતથી કર્યો હતો. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.ત્યાર બાદ તેણે મોક્ષ, દિવાનાપન, આંખે, દિલ કા રિશ્તા, અસંભવ, એક અજનબી, ડરના જરૂરી હૈ વગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું. છેલ્લે તે ફિલ્મ પલટનમાં જોવા મળ્યો હતો.