આઈપીએલના નિર્ણયની અમે રાહ જોઈ રહ્યા છીએ : કેન રિચર્ડસન

0
7

સિડની
તા.18
હું મારા ફોનની પાસે જ બેઠો રહું છું અને ગમે ત્યારે રમવા માટે તૈયારી રાખું છું. આખી ઓસ્ટ્રેલિયન ટીમ પણ આ બાબતે જવાબની રાહ જોઈ રહી છે. બધી ઈવેન્ટ્સ કેન્સલ થવી અને ઘરે બેઠા રહેવું એ ખરેખર અજગતું લાગે છે, પણ જયારે તમે આખા વિશ્વની હાલત જુઓ છો ત્યારે આ નિર્ણય યોગ્ય લાગે છે. મારા ખ્યાલથી પ્લેયરોને સૌથી મોટી જે તકલીફ નડી રહી છે એ ઘરથી દૂર રહીને ટ્રાવેલિંગની છે. જો તમે આ રોગમાં સપડાયા તો હોટેલની રૂમમાં બે અઠવાડિયાં માટે પુરાઈ જ ગયા સમજો.