એપલનો અપકમિંગ આઈફોન ‘આઈફોન SE2’ લોન્ચિંગ પહેલાં ખૂબ ચર્ચામાં છે. ફોનની ચર્ચાઓ વચ્ચે તેની રેન્ડર્સ (ગ્રાફિક્સથી બનેલી તસવીરો) લીક થઈ છે. આ લીક થયેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. અપકમિંગ આઈફોનની આ તસવીરો ટેક ટિપ્સર વેબસાઈટ igeeksblog અને OnLeaks દ્વારા લીક કરવામાં આવી છે.

લીક થયેલી તસવીરો મુજબ આ આઈફોન ‘આઈફોન 8’ જેવો લુક આપશે. અપકમિંગ આઇફોનમાં સિક્યોરિટી માટે ટચ ID ફિંગર પ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. ફોનની તસવીરો લીક કરનાર વેબસાઈટ અનુસાર ફોનમાં 4.7 ઇંચની IPS LCD સ્ક્રીન આપવામાં આવશે.

આઈફોન 8માં ગ્લોસી ફિનિશિંગ આપવામાં આવ્યું હતું જયારે અપકમિંગ આઇફોનમાં સ્નેઈનલેસ સ્ટીલ ફ્રેમ આપવામાં આવશે. આ ફોનને ‘આઈફોન 9’ નમાથી પણ લોન્ચ કરવામાં આવી શકે છે.

લીક થયેલી તસવીરો મુજબ અપકમિંગ આઇફોનમાં સિંગલ રિઅર કેમેરા આપવામાં આવશે. ફોનની બેક પેનલમાં કેમેરાની બાજુમાં LED ફ્લેશ લાઈટ પણ આપવામાં આવશે. તસવીરો મુજબ અપકમિંગ આઇફોનમાં વધારે બેઝલ્સ જોવા મળશે. જોકે કંપનીએ તેનાં સ્પેસિફિકેશન અને કિંમત વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.