આઈસીસી ટેસ્ટ રેન્કિંગ : ભારતે ગુમાવ્યો નંબર-1 ટેસ્ટ ટીમનો તાજ

0
129

દુબઈ
તા : 01
ભારતે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન ગુમાવી દીધું છે અને નિયમો પ્રમાણે વર્ષ 2016-17નાં શાનદાર રેકોર્ડને હટાવ્યા બાદ ભારત ત્રીજા નંબરે આવી ગયું છે. ઑસ્ટ્રેલિયાએ ટેસ્ટમાં પહેલો ક્રમ મેળવ્યો છે. ભારતે ઑક્ટોબર 2016 બાદ પહેલીવાર ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતુ અને આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આ સરસાઈને કાયમ રાખી. ટેસ્ટ ચેમ્પિયનશિપ લીગમાં 6 સીરીઝ ટોચની 9 ટીમો વચ્ચે રમાઈ ગઈ. આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદ (આઈસીસી)નાં નિવેદન અનુસાર ભારતે પોતાનું સ્થાન ગુમાવ્યું, કેમકે તેના 2016-17માં 12 ટેસ્ટ જીતનાં રેકોર્ડ અને એક ટેસ્ટ રેન્કિંગને હટાવવામાં આવ્યો. વિરાટ કોહલીની ટીમે તે સમયે પોતાની તમામ પાંચેય સીરીઝ જીતી હતી, જેમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વિરુદ્ધની સીરીઝ પણ સામેલ હતી. તો બીજી તરફ ઑસ્ટ્રેલિયા આ દરમિયાન દક્ષિણ આફ્રિકા અને ભારત બંનેથી હારી ગયું હતુ.

2019 બાદ રમાયેલી તમામ મેચોનાં 100 ટકા અને છેલ્લા 2 વર્ષોમાં 50 ટકા જોડવામાં આવ્યા છે. તો ઑસ્ટ્રેલિયાઈ ટીમ ટેસ્ટ રેન્કિંગમાં જ ટોચ પર નથી પહોંચી, પરંતુ તેણે પહેલીવાર ટી-20 આંતરરાષ્ટ્રિય યાદીમાં પણ નંબર વનનું સ્થાન મેળવ્યું છે. તો વનડેમાં ઇંગ્લેન્ડની ટીમ નંબર વન પર છે. ઑસ્ટ્રેલિયાનાં ટેસ્ટમાં 116 અંક છે, ત્યારબાદ ન્યૂઝીલેન્ડનાં 115 અને ભારતનાં 114 અંક છે. ત્રણેય ટીમો વચ્ચે ફક્ત 2 અંકનું અંતર છે. 2003 બાદ પહેલીવાર ટેસ્ટ રેન્કિંગમાં આવું જોવા મળ્યું છે કે ટોચની ત્રણેય ટીમોમાં આટલું ઓછું અંતર છે. વનડેમાં 127 પોઈન્ટ સાથે ઇંગ્લેન્ડ પહેલા સ્થાને છે, જ્યારે ઇંગ્લેન્ડથી ભારત 6 અંક પાછળ બીજા નંબરે અને ન્યૂઝીલેન્ડની ટીમ ભારતથી 3 અંક પાછળ છે.