આજે આઠમા મહિનાની 8મી તારીખે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધશે PM મોદી, લોકોમાં ઉત્સુકતા

0
332

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રના નામ સંદેશ મોકલશે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવા અને રાજ્યમાંથી કલમ 370ને નબળી કર્યા બાદ વડાપ્રધાનનો આ પહેલો સંદેશો હશે. પ્રધાનમંત્રી કાર્યાલયની તરફથી વડાપ્રધાનના સંબોધનની માહિતી આપવામાં આવી છે.

આજે 8 તારીખ છે, મહિનો પણ 8 ઑગસ્ટ એટલે કે વર્ષનો આઠમો મહિનો છે અને એક બાજુ ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે આઠ વાગ્યે દેશની સામે હશે.

આપને યાદ હશે કે આની પહેલાં 8 નવેમ્બર 2016ના રોજ પણ રાત્રે આઠ વાગ્યે જ વડાપ્રધાને દેશના નામે સંબોધન કર્યું હતું. ત્યારે પીએમ મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી અને 500-1000 નોટને માત્ર કાગળનો ટુકડો ગણાવી દીધો હતો અને દેશમાં દરેક લોકો પરેશાન થઇ ગાય હતા.

હવે જ્યારે એક વખત ફરી વડાપ્રધાન દેશની સામે રાત્રે 8 વાગ્યે જ આવી રહ્યા છે, એવામાં સોશિયલ મીડિયા પર ફરીથી લોકોની પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઇ ગઇ છે અને લોકોને ફરીથી રાત્રે આઠ વાગ્યે યાદ આવી રહ્યા છે. જ્યારે નોટબંધીની કરાઇ હતી. સોશિયલ મીડિયા પર લોકો લખી રહ્યા છે, ‘મિત્રો આજે રાત્રે ફરી 8 વાગ્યે’.

પ્રધાનમંત્રીના નિવેદનનો ઇંતજાર
જમ્મુ-કાશ્મીર માટે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે, તેના પર દેશભરમાં ચર્ચા છે. મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યું. કલમ 370ની અંતર્ગત મળનાર તમામ સ્પેશ્યલ અધિકારોને પાછા ખેંચી લીધા અને લદ્દાખને હજુ અલગથી કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યું. ગૃહમંત્રી અમિત શાહે તો તેના પર રાજ્યસભા અને લોકસભા બંને જગ્યાએ નિવેદન આપ્યું છે, પરંતુ પ્રધાનમંત્રી આજે પહેલી વખત બોલશે.

કાશ્મીરમાં જ છે અજીત ડોભાલ
જો જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો હજુ પણ ત્યાં કલમ 144 લાગૂ છે. મોબાઇલ ફોન બંધ છે, ઇન્ટરનેટ પણ બંધ છે અને ટીવી-કેબલ પણ બંધ છે. જો કે લોકો રોજીંદી વસ્તુ લેવા માટે બજારમાં જઇ રહ્યા છે. સ્થિતિ પર નજર બનાવી રાખવા માટે એનએસએ અજીત ડોભાલ પણ હજુ કાશ્મીરમાં જ છે.

એકબાજુ કાશ્મીરમાં એક ગજબની શાંતિ પ્રસરેલી છે તો બીજીબાજુ પાકિસ્તાન ભારત સરકારના આ નિર્ણયથી ગિન્નાયું છે. પાકિસ્તાને ભારતની સાથે વેપારી સંબંધો તોડી નાંખ્યા છે, એરસ્પેસના કેટલાંક રૂટ પર પ્રતિબંધ મૂકી દીધો. આ સિવાય પાકિસ્તાનમાં હાજર ભારતના હાઇકમિશન અજય બિસારિયાને પણ પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.

પ્રધાનમંત્રી અત્યાર સુધી કેટલાંય મુદ્દાઓ પર દેશને સંબોધિત કરી ચૂકયા છે. પહેલાં નોટબંધીની જાહેરાત, પછી નોટબંધીનો હિસાબ આપવા માટે અને હવે તાજેતરમાં જ અંતરિક્ષમાં જે ભારતે સફળતા પ્રાપ્ત કરી હતી, ત્યારે પણ તેમણે રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો હતો.