આર્થિક પેકેજને આવકારતા રાહુલે કહ્યું કે પહેલીવાર સાચી દિશામાં પગલું….

0
294

નવી દિલ્હી,તા:27 કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર દ્રારા જાહેર કરાયેલા આર્થિક પેકેજને આવકારતા કહયું હતું કે પહેલીવાર સાચી દિશામાં પગલું ભરવામાં આવ્યું છે.સરકારે નોવેલ કોરોના વાઈરસની મહામારીને લીધે દેશભરમાં લાગુ કરાયેલા અભૂતપૂર્વ લોકડાઉનની અસરને કાબૂમાં રાખવાના હેતુથી પિયા ૧.૭૦ લાખ કરોડના આર્થિક પેકેજની જે જાહેરાત કરી એના પગલે રાહત્પલ ગાંધીની આ કોમેન્ટ આવી હતી.

આ આર્થિક પેકેજમાં આવતા ત્રણ મહિના માટે ગરીબોને મફત અનાજ તથા રાંધણ ગેસ આપવાની તેમ જ મહિલાઓ અને ગરીબ વરિ નાગરિકોને રાહતો આપવાની, કામદારોને ઐંચા વેતન આપવાની તેમ જ કર્મચારીઓની પ્રવાહિતાને વેગ આપતા પગલાંનો સમાવેશ હતો.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે ભારતે લોકડાઉનને પગલે પોતાના ખેડૂતો, રોજ મજૂરી કરનારાઓ, કામદારો, મહિલાઓ અને વરિ નાગરિકોને ઘણું ઋણ ચુકવવાનું છે.