મોસ્ટ પોપ્યુલર ચેટિંગ એપ્લિકેશન વ્હોટ્સએપના યુઝર્સ માટે માઠા સમાચાર આવ્યા છે. કંપની 31 ડિસેમ્બર, 2019 પછી વિશ્વના સંખ્યાબંધ સ્માર્ટફોનમાં વ્હોટ્સએપ બંધ કરવા જઈ રહી છે. વ્હોટ્સએપની પેરેન્ટ કંપની ફેસબુકે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે 31 ડિસેમ્બર પછી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોનમાં વ્હોટ્સએપ કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. સાથોસાથ અમુક એન્ડ્રોઈડ અને આઈફોન પર પણ આ એપ કામ નહીં કરે.

તમારા ફોનની ઓપરેટિંગ ચેક કરી લો

  • વ્હોટ્સએપના FAQ સેક્શનમાં માહિતી આપવામાં આવી છે કે 2020ના વર્ષમાં 1 ફેબ્રુઆરીથી એન્ડ્રોઈડ 2.3.7 વર્ઝન અને આઈફોનની iOS 8 ચાલતા સ્માર્ટફોનમાં વ્હોટ્સએપ સપોર્ટ કરવાનું બંધ કરી દેશે.
  • આ ઉપરાંત 1 જાન્યુઆરીથી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા સ્માર્ટફોનમાં પણ વ્હોટ્સએપ સપોર્ટ નહીં કરે.
  • આનો અર્થ એ થયો કે જો તમારી પાસે એપલ કે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનાં જૂનાં વર્ઝન હોય તો તમારે ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવી પડશે. જો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમવાળો ફોન વાપરતા હો તો નવો સ્માર્ટફોન લીધા વિના છૂટકો નહીં.
  • જો તમે વિન્ડોઝ સ્માર્ટફોન વાપરતા હો અને તમારો વ્હોટ્સએપનો જૂનો ડેટા ગુમાવવા માગતા ન હો, તો જે તે ચેટમાં જઈને ‘એક્સપોર્ટ ચેટ’વિકલ્પ પસંદ કરીને તમારો ડેટા બચાવી શકો છો. અહીં તમને વિથ ઓર વિધાઉટ મીડિયાના વિકલ્પો પણ મળશે.
  • જિયોફોન અને જિયો ફોન-2માં આવતી KaiOS 2.5.1+ ઓપરેટિંગ સિસ્ટમના સિલેક્ટેડ ફોન્સમાં જોકે વ્હોટ્સએપ પૂર્વવત્ ચાલતું રહેશે.
  • ઉલ્લેખનીય છે કે વ્હોટ્સએપ પોતાનાં નવા વર્ઝનમાં ‘ડાર્કમોડ’ આપવા પર પણ કામ કરી રહ્યું છે.