આ એક્ટરની રેવ પાર્ટીમાંથી ત્રણ વિદેશીઓ સહિત 23 લોકોની ધરપકડ

0
76

પણજી,તા:17

પોલીસે ઉત્તર ગોવાનાં વાગાટોર ગોવામાં બોલિવૂડ એક્ટર કપિલ ઝવેરીનાં વિલામાં ચલી રહેલી રેવ પાર્ટી પર દરોડા માર્યા હકતાં. અને એક્ટર તથા ત્રણ વિદેશી મહિલાઓ સહિત 23 લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓને રવિવારે આ પાર્ટી અંગે માહિતી મળી હતી. તેમણે જણાવ્યું કે, શનિવારે રાત્રે અંજુના પોલીસ સ્ટેશન ક્ષેત્રનાં વાગાટોર ગોવાનાં એક વિલામાં પાર્ટી ચાલતી હતી. જ્યાંથી 9 લાખ રૂપીયાથી વધુનું ડ્રગ્સ જપ્તે થયુ છે.

પોલીસ અધિકારી (ક્રાઇમ બ્રાન્ચ) શોભિત સક્સેનાએ કહ્યું કે, ‘ઝવેરી અને ત્રણ વિદેશી મહિલાઓની ધરપકડ થઇ ગઇ છે. જેમાંથી બે મહિલાઓ રશીયન છે. અને એક મહિલા ચેક રિપબ્લિકની છે.’ તેમણે જણાવ્યું કે, આ લોકોને ગેર કાયેદસર દવાઓ અને માદક પદાર્થ અધિનિયમ હેઠળ પ્રતિબંધિત પદાર્થ રાખવાનાં આરોપમાં અરેસ્ટ કરવામાં આવ્યાં છે. સક્સેનાએ કહ્યું કે, ઝવેરીએ કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યુ છે અને હાલમાં તે ગોવામાં રહે છે. તેણે ફિલ્મ ‘દિલ પરદેસી હો ગયા’ અને ‘ઇશ્ક વિશ્ક’ શામેલ છે.

તેમણે જણાવ્યું કે, પાર્ટીમાં હાજર અન્ય 19 લોકોની સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમનું પાલન ન કરવાનાં આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી મોટાભાગનાં દેશનાં જ પર્યટકો હતા જે રજાઓ ગાળવા ગોવા આવ્યાં હતાં. ગોવામ નાં પોલીસ મહાનિર્દેશક મુકેશ કુમાર મીણાએ એક ટ્વિટમાં કહ્યું કે, ‘જનસુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે માદક પદાર્થનાં સેવન અને તેનાં વેચાણની પ્રક્રિયા જરાં પણ ચલાવી નહીં લઇએ.’

હાલમાં ગોવા પોલીસ દ્વારા ત્રણ વિદેશી મહિલા સહિત કૂલ 23 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ નવ લાખ રૂપીયાનો માદક પદાર્થ જપ્તે કરવામાં આવ્યો છે. આ મામલે સિઓલિમ ક્ષેત્રનાં ગોવા ફોર્વડ પાર્ટીનાં MLA વિનોદ પલ્યેકરે દાવો કર્યો છે કે, કીનારાનાં વિસ્તારમાં રેવ પાર્ટીઓ ખુબજ થાય છે અને તેઓ પોલીસ સ્ટેશનને લાંચ આપી દે છે. તેથી આવી પાર્ટીઓ દબાઇ જાય છે.હવે સમય આવી ગયો છે કે, ‘નિરીક્ષક સહિત અંજુના પોલીસ સ્ટેશન ને સંપૂર્ણ બદલી દેવામાં આવે. રાજ્યનાં પૂર્ણકાલિક ગૃહમંત્રીની આવશ્યકતા છે. કારણ કે મુખયમંત્રી સાવંતનું સંપૂર્ણ ધ્યાન પરિવહન અને પર્યટન પર છે. જ્યારે લોબો (ભાજપ MLA માઇકલ લોબો) ગૃહમંત્રીનાં સ્વરૂપે સારુ પ્રદર્શન કરી શકે છે.’