આ કંપનીએ બનાવ્યું દુનિયાનું સૌથી ફાસ્ટ ચાર્જર, 4000mAhની બેટરી 13 મિનિટમાં ફુલ ચાર્જ

0
164

ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની વિવોએ દુનિયાનું સૌથી ઝડપી ચાર્જર બનાવ્યાની જાહેરાત કરી છે. Vivoએ 120 વોટનું ચાર્જર લોન્ચ કર્યુ છે. જેને લઇને કંપનીએ દાવો કર્યો છે કે 4000 એમએએચની બેટરી માત્ર 13 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ જશે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં શાઓમીએ 100 વોટની સુપર ચાર્જ ટર્બો ટેકનોલોજી લોન્ચ કરી હતી. જેની મદદથી 4000એમએએચની બેટરની 17 મિનિટમાં ફુલ ચાર્જ થાય છે તેવો કંપનીનો દાવો છે.

વીવો કંપનીના દાવા પ્રમાણે આ 120 વોટનું ચાર્જરથી માત્ર 5 મિનિટમાં 50 ટકા બેટરી ચાર્જ થઇ જાય છે. જેથી આ દુનિયાનું સૌથી ફાસ્ટ ચાર્જર કહેવાશે. કંપનીએ તેને લઇને એક વીડિયો પણ રજૂ કર્યો છે. તેમા વીવોના આ ચાર્જરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમા ટેક્નોલોજીની જાણકારી આપી નથી. આ સુપર ફાસ્ટ ચાર્જર સાથે વીવોનો પહેલો ફોન આ વર્ષના અંત સુધી લોન્ચ કરવામાં આવી શકે છે.

વિવોએ આ વર્ષે એપ્રિલમાં તેનો ગેમિંગ ફોન આઇક્યુઓ લોન્ચ કર્યો છે. જેમા ઝડપી ચાર્જિંગ સપોર્ટ છે. કંપની દાવો કરે છે કે આઇક્યુઓ ફોનની બેટરી માત્ર 45 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જાય છે. આ સ્માર્ટફોનમાં 4000 એમએએચ બેટરી આપવામાં આવી છે.