આ દિવસ માટે અનેક લોકોએ બલિદાન આપ્યું છે : સંઘ પ્રમુખ ભાગવત

0
97

અયોધ્યા
તા : 05
શિલાન્યાસ પૂજા બાદ મંચસ્થ અગ્રણીઓએ સંબોધન કર્યું હતું જેમાં સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે આજે આનંદની ક્ષણ છે, આ કામ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જ્યારે તે સંકલ્પ લીધો ત્યારે તત્કાલીન સંઘ પ્રમુખ દેવવ્રતજીએ કહ્યું હતું કે 20-30 વર્ષ કામ કરવું પડશે. તો પછી આ કામ શરુ કર્યું અને આજે 30 વર્ષના સંઘર્ષ બાદ મંદિર નિર્માણ પ્રારંભ થયું છે. આ કામ માટે અનેક લોકોએ બલિદાન આપ્યું છે. તે લોકો પણ સુક્ષ્‍મ સ્વરૂપે અહીં હાજર હશે

તેમણે સંઘના વરિષ્ઠ નેતાઓ અને લાલકૃષ્ણ આડવાણી સહિતના અનેક લોકો જે રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા હતા તેમને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રોગચાળાને લીધે ઘણા લોકો આવી શક્યા નથી, લાલકૃષ્ણ અડવાણીજી પણ આવી શક્યા નથી. પરંતુ તે જ્યાં છે ત્યાંથી આ ક્ષણના સાક્ષી બની રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરનો સંકલ્પ પુરો થયો છે.