આ દેશના રાષ્ટ્રપતિએ લોકડાઉન મામલે આપ્યું વિચિત્ર નિવેદન…

0
67

ઇન્ટરનેશનલ,તા:02 કોરોનાનો કહેર એ હદે ફેલાઇ ગયો છે કે લોકો કંઇપણ કરી રહ્યા છે. કહેવાય છે કે આવું જ એક વિવાદાસ્પદ નિવેદન આવ્યું છે એક દેશના રાષ્ટ્રપતિનું. જી હા આ દેશના રાષ્ટ્રપતિ એ કહ્યું કે કોરોના વાયરસ માટે લગાવામાં આવેલા લોકડાઉનનું પાલન ના કરનાર તાત્કાલિક ગોળી મારી દો.

જી હા ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે એ પોતાની સરકાર, પોલીસ અને પ્રશાસનને કહ્યું કે જે પણ કોરોના વાયરસ માટે લગાવામાં આવેલા લોકડાઉનનું પાલન નથી કરતાં. અથવા તો કોઇ મુશ્કેલી ઉભી કરે છે તો તેને તરત જ ગોળી મારી દો.

રોડ્રિગો દુતેર્તે એ પોતાના દેશના સુરક્ષાબળોને કહ્યું કે આ આખા દેશ માટે ચેતાવણી છે. અત્યારે સરકારના આદેશોનું પાલન કરો. કોઇપણ સ્વાસ્થ્યકર્મી, ડૉકટર્સને નુકસાન પહોંચાડે નહીં. આ એક ગંભીર ગુનો ગણાશે. આથી હું પોલીસ અને સુરક્ષાબળોને આદેશ આપું છું કે જે લોકડાઉનમાં સમસ્યા ઉભી કરે તેને તરત જ ગોળી મારી દો.

આવું પહેલી વખત બન્યું નથી કે રોડ્રિગો દુતેર્તે એ પોતાના દેશવાસીઓને ગોળી મારવાનો આદેશ આપ્યો છે. આની પહેલાં પણ 2016-17મા રાષ્ટ્રપતિએ ડ્રગ ડીલર્સને કોઇપણ કાયદાકીય કાર્યવાહી વગર મારવાનો આદેશ આપ્યો હતો.