આ Bollywood Actressના બોલ્ડ Look, fansએ કહ્યું ‘કાતર ખોટી જગ્યાએ ચાલી ગઇ?’

0
32

પ્યાર કા પંચનામા (Pyaar ka Punchnama) ફેમ અભિનેત્રી નુસરત ભરુચા (Nushrat Bharucha) હાલ તેના બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં છે. તેણે પોતાના ખૂબ જ હોટ લૂકની તસવીરો શેયર કરી છે. જેમાં તે ગ્રીન વનપીસમાં નજરે પડે છે. આ લૂકમાં નુસરત ખરેખરમાં અરબન ચિક લાગી રહી છે. પણ તેમની ફેશન સ્ટાઇલને સોશિયલ મીડિયા પર ખૂબ જ જજ કરવામાં આવી રહી છે. જો કે નુસરતના આ લૂકને કેટલાક લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે. તો કેટલાક લોકોએ તેની ફેશનને ગરીબી જણાવ્યું છે.

રવિવારે મુંબઇમાં ફિલ્મફેયર એવોર્ડ્સ 2020ની કર્ટન રેજર સેરેમની થઇ હતી. આ ફંક્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓ રેડ કારપેટ પર નજરે પડી હતી. પણ તેમાં નુસરતનો લૂક બધાનું ધ્યાન ખેચે તેવો હતું. નુસરતના ડિઝાઇનર યૂસુફ અકબરેના આઉટફિટમાં નજરે પડી હતી. જેમાં તેણે વન શોલ્ડર ગાઉન પહેર્યો હતો. જેનો સાઇડ સ્લિટ થોડો વધુ પડતો જ ડીપ અને લાંબો હતો. આ સ્લિટથી નુસરતનું ટેટૂ પર નજરે પડતું હતું.

આ લૂક પર એક્ટ્રેસ સોનાલી સેહગલ તેના વખાણ કરતા કહ્યું કે ઉફ…યૂ ડિડ ઇટ ગર્લ. પણ કેટલાક લોકોને નુસરતનો આ લુક એટલો પસંદ ના પણ આવ્યો. અને કેટલાક યુઝર્સે તેની મજાક પણ ઉડાવી.

એક યુઝરે લખ્યું કે લેવલ ઓફ ફેશન ડિઝાઇનર, ક્યાં ક્યાં કેચી ચલાવે છે આજ કાલના ડિઝાઇનર સાહેબ, બીજા યુઝરે લખ્યું ઉફ…આ દેશમાં કેટલી ગરીબી આવી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગ્રેમી એવોર્ડમાં પહોંચેલી પ્રિયંકા ચોપરા પણ તેના બોલ્ડ લૂકના કારણે ચર્ચાનું કેન્દ્ર બની હતી. તેના ડ્રેસની નેકલાઇન પણ ખૂબ જ ડીપ હતી. જે પછી તેના લુકના કારણે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો નુસરત જલ્દી જ રાજકુમાર રાવ સાથે ફિલ્મ છલાંગમાં નજરે પડશે. આ ફિલ્મ એક પીટી માસ્ટરની ઇસ્પિરેશનલ સ્ટોરી છે.