ઇતિહાસમાં પ્રથમ વખત સાદગીપૂર્વક યોજાશે રથયાત્રા

0
92

અમદાવાદ
તા : 05
ભગવાન જગન્નાથજીની યાત્રાનો પ્રથમ પડાવ એટલે જળયાત્રા છે. આ વર્ષે કોરોનાની મહામારી છે ભગવાન જગ્ન્નાથજીની રથયાત્રા પર જ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે.રથયાત્રા સાદગીથી યોજાવાની છે.જે પૂર્વે યોજાતી જળયાત્રા પણ આ વર્ષે ખૂબજ સીમિત સંખ્યામાં યોજાવા જઇ રહી છે. જળયાત્રા એટલે રથયાત્રાનો પ્રારંભ ગણાય છે દર વર્ષે જળયાત્રા પરથી જગન્નાથ મંદિર ખાતે રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઇ જતી હોય છે. મંદિરના પ્રાંગણ માં કરાઈ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.

આ વર્ષે ઇતિહાસમાં પ્રથમ વખત સાદગીપૂર્વક રથયાત્રા અને જળયાત્રા યોજાવા જઇ રહી છે. સાબરમતીના જળથી ભગવાન જગન્નાથનો અભિષેક. જેમા મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓ જોડાયા છે. રાજ્ય સરકારના મંત્રી કે કોર્પોરેશનના શાસકો જળયાત્રમાં જોડાશે નહી. જો કે જળયાત્રામાં ભગવાનનું પૂજન, ષોડશોપચાર સહિતના તમામ વિધી વિધાન શાસ્ત્રોકત વિધી મુજબ જ કરવામા આવશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સૌપ્રથમ ચરણ એટલે જળયાત્રા. આજે જ્યેષ્ઠ પૂર્ણિમા છે ત્યારે ભગવાન જગન્નાથજીની જળયાત્રાના અવસર સાથે આ વખતે કોઇ વ્યક્તિગત યજમાનને બદલે સમગ્ર સરસપુર ગામ દ્વારા જ ભગવાનના મામેરાની યજમાની કરવામાં આવશે. આ વખતે મહામારી કોરોનાને પગલે ભગવાન જગન્નાથજીની જળયાત્રા સાદગીપૂર્વક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.