ઈમરાન ખાનનાં વિશેષ સલાહકારે કોરોનાથી બચવા આપી અશ્લીલ સલાહ

0
41

ઇન્ટરનેશનલ,તા:22 પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાનનું મંત્રીમંડળ પણ ‘અનોખા રત્નો’ થી ભરેલું છે. તેમના એક મંત્રી, ફવાદ ચૌધરી, તેમના ભારત વિરોધી નિવેદનો માટે કુખ્યાત છે, તો વળી તેમના સલાહકાર ડૉ. ફિરદૌસે કોરોના વાયરસ ચેપ રોકવા માટે જે નિવેદન આપ્યુ છે, તે હવે સમગ્ર પાકિસ્તાનની સરકારનાં વિચારો પર પ્રશ્નાર્થ ચિહ્ન બની ગયો છે. હદ તો એ છે કે ફિરદૌસનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

તેઓ આ વાયરલ વીડિયોમાં કહે છે કે, સમગ્ર શરીરને કોરોનાથી સુરક્ષિત રાખવું મહત્વપૂર્ણ છે… પગ, મોંઢા સહિત સમગ્ર શરીર, એવુ ન બને કે મોંઢુ તો ઢાંકી દીધુ અને કોરોના નીચેથી ઘૂસી જાય. જો કે, વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ફિરદૌસ આ વાત કોઈ રમુજી રીતે નથી કહી રહ્યો. તે લોકોને ગંભીરતાથી કોરોના ચેપ સામે રક્ષણ આપવાની સલાહ આપી રહી હોય તેવું લાગે છે. તેનો સાર એ હતો કે જો તમે કોરોનાથી બચવા માટે તમારા મોં અને નાકને ઢાંકી દો છો, તો તે માત્રથી જ તમારુ રક્ષણ શક્ય નથી.