ઉદ્યોગ જગતને બજેટમાંથી આશા,આવક વેરામાં રાહતની જાહેરાતની આશ

0
45

નવી દિલ્હી ,તા:01 ઉદ્યોગ જગતને આશા છે કે બજેટમાં આવક વેરામાં રાહતની જાહેરાત કરવામાં આવશે. ટેક્સ કન્સલ્ટન્સી ફર્મ KPMGએ 18 સેક્ટરની 219 કંપની પર આ સરવે કર્યો છે. આ પૈકી 78 ટકા કંપનીને લાગે છે કે અત્યારની આવક વેરા મુક્તિ મર્યાદા રૂપિયા 2.50 લાખથી વધારવામાં આવશે. 72 ટકા કંપનીને આશા છે કે મહત્તમ 30 ટકા ટેક્સ માટે આવકની નીચલી મર્યાદા વધારવામાં આવશે. અત્યાર સુધી 10 લાખ રૂપિયા કરતા વધારે આવક પર 30 ટકા ટેક્સ લાગે છે. 82 ટકા કંપનીનું કહેવું છે કે 80C અંતર્ગત કપાત મર્યાદા વધારવામાં આવશે. 53 ટકા કંપનીને સ્ટાન્ડર્ડ ડિડક્શન વધશે અને 44 ટકાને HRA જેવા ટેક્સ ફ્રી અલાઉન્સ (કરવેરા મુક્ત ભથ્થા) વધે તેવી અપેક્ષા છે. KPMGના સરવેમાં મોટાભાગની કંપનીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સ્થાનિક કંપનીઓ બાદ હવે વિદેશી કંપનીઓ માટે પણ ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. સરવે પૈકીની અડધો અડધ કંપનીનું માનવું છે કે માર્ચ, 2020 બાદ શરૂ થતી કંપનીઓ માટે પણ SEZ અંતર્ગત એક્સપોર્ટમાં ટેક્સ છૂટની મર્યાદા વધારવામાં આવશે.

કંપનીઓ પર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સનો અંત આવવો જોઈએ                             54%

SEZ અંતર્ગત ટેક્સ હોલિડેનો સમય માર્ચ,2020થી આગળ વધે તેવી આશા છે                50%

બેન્કરપ્સી પ્રક્રિયામાં સામેલ કંપનીઓને ટેક્સમાં કંઈક હસ્તક રાહત મળશે                      31%

લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર લાગતો 10 ટકા ટેક્સ નાબૂદ થવો જોઈએ                         53%

સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) નાબૂદ થવો જોઈએ                                        42%

વિદેશી કંપનીઓ પર પણ ટેક્સના દર ઘટવા જોઈએ                                             52%

ટેક્સના ઈ-સ્ટેટમેન્ટ સ્કીમથી પારદર્શિતા વધશે                                                   68%

ઈ-સ્ટેટમેન્ટથી કરદાતાઓને લાભ થશે                                                             70%