ઋત્વિક રોશનના ગીત ‘દેખા તુમકો જબસે દેખા તુમકો યારા’ થકી ટિકટોકે યુવાનની જિંદગી બદલી

0
50

વલસાડ,તા:23  12 વર્ષ સ્ટ્રગલ કરી ગરીબીમાં જીવતો વલસાડના અરમાનનો ટિકટોકના એક વીડિયોએ તેની જિંદગીના અરમાન પુરા કરી દીધા છે. વલસાડથી લઈ દેશ-વિદેશમાં માત્ર એક વીડિયોથી ફેમસ થયેલ અરમાન વલસાડમાં એક નાનકડા ઝુંપડામાં રહે છે. હવે તમારા મનમાં થશે કોણ છે અરમાન રાઠોડ, જે બોલિવૂડમાં પોતાના ટેલન્ટનો ડંકો વગાડી રહ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજકાલ ટીકટોક પર ઋત્વિક રોશનના ગીત ‘દેખા તુમકો જબસે દેખા તુમકો યારા’ ગીત પર ડાન્સ કરતા દાઢીવાળા યુવાનનો વીડિયો ભારે વાઇરલ થયો છે. ટીકટોક અને ફેસબુક ઉપર પણ આ વીડિયો લાખોની સંખ્યામાં શેર થયો છે. આ યુવાન વલસાડનો હોવાનું સામે આવ્યું છે જે વલસાડના લોકોને પણ ભાગ્યે જ ખ્યાલ હશે.

સોશિયલ મીડિયા એપ ટિકટોક પર વાયરલ થનાર યુવાનનું સાચું નામ સંજય રાઠોડ છે જે હવે ટીકટોક પર અરમાન રાઠોડના નામે જાણીતો બન્યો છે. સંજય વલસાડ રાખોડિયા તળાવની પાળ પર આવેલા નાનકડા ઝુપડા જેવા ઘરમાં રહે છે. તેના પિતા વોચમેન હતા અને હાલ ઘરે જ છે. જ્યારે તેની માતા અન્યના ઘરે કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. હાલ તો અરમાનનો પરિવાર પણ તેને સ્પોર્ટ કરી તેની કારકિર્દી બને તેવા અરમાન જોઈ રહ્યો છે.

સંજયને પહેલેથી જ ડાન્સનો ભારે શોખ હતો. ટીવીમાં અને યુટ્યુબ પર જોઇને તે ડાન્સ શીખ્યો હતો. પોતાનું ભવિષ્ય ચમકાવવા અને સપના પુરા કરવા માટે તે 4 વર્ષ અગાઉ ઘરેથી નિકળી ગયો હતો અને મુંબઇમાં જઇ શોમાં પ્રવેશ માટે અનેક પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ તેને સફળતા હાથ લાગી ન હતી અને વલસાડ પરત ફર્યો હતો. અરમાનને તેના મિત્રોએ ફોર્સ કર્યો અને તે ટીકટોક પર ડાન્સ વીડિયો બનાવવાની શરૂઆત કરી અને માત્ર 20 દિવસમાં તેના વીડિયોના 5 કરોડથી વધુ વ્યુ મળી ગયા હતા. જેના કારણે તે હિટ થઇ ગયો છે અને હવે તેને અનેક રિયાલીટી શોમાં તેને ઇનવિટેશન મળી રહ્યા છે.

લોકડાઉનમાં નિરાધાર બનેલ પરિવારના આ દીકરાને બૉલીવુડ સ્ટાર ઋત્વિક રોશનથી લઈ ડાન્સના ગુરુઓએ તેના વખાણ કરી કહ્યું કે, લોકડાઉન ના હોત તો અરમાનને મળવા જાત. આ વાક્ય બોલનારા બૉલીવુડ સ્ટારે પોતાના સોશિયલ મીડિયાની આઈડીથી અરમાનનો વીડિયો શેયર કરી ટેલેન્ટ બહાર લાવવાની કોશિશ કરી છે. ત્યારે હવે અરમાનના અરમાન જલ્દીથી પુરા થાય તેવી તેના પરિવાર અને તેના મિત્રો તેમજ ખુદ અરમાનના આ અરમાન છે.