કચ્છઃ કરોડોની કિંમતના ચરસના બિનવારસી 355 પેકેટ મળ્યા

0
100

કચ્છ,તા:22

  • કચ્છઃ કરોડોની કિંમતનું ઝડપાયું ચરસ
  • એક જ દિવસમાં ચરસના બિનવારસી 355 પેકેટ મળ્યા
  • જખૌના દરીયામાંથી કુલ 206 ચરસના પેકેટ મળ્યા
  • સ્ટેટ આઈબીની ટીમને ચરસના 59 પેકેટ મળ્યા
  • મરીન ટાસ્ટ ફોર્સની ટીમને ચરસના 56 પેકેટ મળ્યા
  • ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને 34 પેકેટ મળી આવ્યા

પશ્ચિમ કચ્છના દરિયાઇ વિસ્તારમાં શનિવારે રાતથી રવિવાર સાંજ સુધી એક જ દિવસ દરમિયાન કરોડોની કિંમતના ચરસના બિનવારસી 355 પેકેટ મળી આવ્યા હતાં. પશ્ચિમ કચ્છ પોલીસની જુદી જુદી ચાર ટીમોને માંડવી અને જખૌના દરીયામાંથી કુલ 206 ચરસના પેકેટ બિનવારસી મળી આવ્યા હતા. અબડાસાના સિંધોડીથી સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાં ચરસના 186 પેકેટ જ્યારે માંડવીના દરિયા કિનારાથી ગઢશીશા પોલીસને 18 અને જખૌ પોલીસને 2 પેકેટ મળી કુલ 206 ચરસના પેકેટ મળી આવ્યાં હતાં. સ્ટેટ આઇબીની ટીમને 59 ચરસના પેકેટ, મરીન ટાસ્ટ ફોર્સની ટીમને 56 અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને 34 પેકેટ બિનવારસી મળ્યાં હતાં. આ જથ્થો કોનો છે અને ક્યાંથી આવ્યો છે તેની પોલીસ હાથ ધરી છે.