કરન જોહરે ટ્વીટ કરીને કહ્યું, આવું ભાગ્યે જ બને કે મને ખબર ના પડે કે મારે શું બોલવાનું છે

0
72

કરન જોહર, કંગના રનૌત સહિત 141 લોકોને ભારત સરકારે પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શનિવાર (25 જાન્યુઆરી)ની સાંજે પદ્મ અવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં સાત લોકોને પદ્મ વિભૂષણ, 16 લોકોને પદ્મ ભૂષણ તથા 118 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.

બોલિવૂડમાં આ સેલેબ્સને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે
ફિલ્મમેકર કરન જોહર, કંગના રનૌત, એકતા કપૂર, સિંગર સુરેશ વાડેકર, અદનાન સામી, ગુજરાતી ટીવી એક્ટ્રેસ સરિતા જોષીનું પદ્મશ્રીથી સન્માન કરવામાં આવશે. નોંધનીય છે કે પદ્મશ્રી દેશનું ચોથું સૌથી મોટું નાગરિક સન્માન છે.

સેલેબ્સ રિએક્શન
કરન જોહરે ટ્વીટ કરીને કહ્યું હતું, આવું ભાગ્યે જ બને કે મને ખબર ના પડે કે મારે શું બોલવાનું છે. જોકે, આ પ્રસંગ જ એવો છે. એક સાથે ઘણું બધું ફીલ કરી રહ્યો છું. હું ખુશ છું, આભારી છું કે મને મારા સપનાઓ રોજ જીવવાની તક મળે છે. લોકોનું મનોરંજન કરવાની તક મળે છે. મને ખ્યાલ છે કે મારા પિતા અહીંયા હોત તો આજે તેમને મારા પર ગર્વ થાત.

કંગનાએ કહ્યું હતું, હું તમામનો આભાર માનીશ અને હું ઘણી જ ખુશ છું. આ અવોર્ડ માટે દેશનો આભાર માનીશ અને આ સન્માન દરેક મહિલાને સમર્પિત કરવા ઈચ્છીશ, જેમણે સપના જોવાની હિંમત કરી છે. દરેક દીકરી, દરેક માતા તથા દરેક મહિલાના સપનાઓને નામ આ અવોર્ડ, જે આપણે દેશના ભવિષ્યને બનાવશે.
એકતા કપૂર તથા અદનાન સામીએ પણ સોશિયલ મીડિયામાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી.