કરાચી વિમાન દુર્ઘટનામાં ઈમરાન ખાને આપ્યા તપાસના આદેશ

0
11

કરાચી
તા : 23
પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું એક વિમાન ક્રેશ થયું છે. આ ઘટના પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને દુખ વ્યકત કયુ છે અને તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ વિમાન દુર્ઘટનામાં પીડિત લોકોના પરિવાર માટે સંવેદના વ્યકત કરી છે. પીએમ ઈમરાન ખાને ટિટ કયુ, ‘પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના ક્રેશ થવાથી હેરાન અને દુખી છું. હત્પં ના સીઈઓ અર્શદ મલિકના સંપર્કમાં છું. તેઓ કરાચી માટે નિકળી ગયા છે. રસ્કયૂ અને બચાવ ટીમ સ્થળ પર છે. આ સમયે આજ આપણી પ્રાથમિકતા છે. તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મૃતકોના પરિવાર માટે દુઆ અને સંવેદના વ્યકત કરુ છું.

૩૨૦ વિમાનમાં કુલ ૧૦૭ લોકો સવાર હતા. જેમાં ૯૯ મુસાફરો અને આઠ ક્રૂ મેમ્બર સામેલ હતા. આ ઘટના ત્યારે બની યારે વિમાન કરાચી એરપોર્ટ પર લેન્ડિંગ માટે પહોંચવાનું હતું, પરંતુ થોડીવાર પહેલા જ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાને બપોરે આશરે દોઢ વાગ્યે લાહરોથી કરાચી એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. એરપોર્ટથી થોડા પહેલા જ રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું. સેનાની કિવક એકશન ટીમ અને પાકિસ્તાની સૈનિક નાગરિકની સાથે રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે.