કર્ણાટકના તુમ્કુરમાં બે કાર ટકરાઈ, 13 લોકોનાં મોત

0
144

બેંગલુરુ
કર્ણાટકના તુમ્કુર જિલ્લાના કુનિગલ તાલુકાના બલિયાદકેરે ગામ નજીક આજે (શુક્રવારે) સવારે 3 વાગ્યે બે કારની ભીષણ ટકરામાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે. મીડિયા ના અનુસાર, 12 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. બે કારની ટક્કરમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નીપજ્યાં અને અનેક લોકો ઘાયલ થયા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે વહેલી સવારે કર્ણાટકના તુમ્કુરમાં બે કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેમાં 12 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. અહેવાલ મુજબ ચાર મુસાફરો બ્રેઝા કારમાં ધર્મસ્થલા તરફ જઈ રહ્યા હતા, જે હોસુર થઈને બેંગ્લોર તરફ જતી ટવેરા કાર સાથે ટકરાઈ હતી. ટવેરામાં સવાર મુસાફરો તમિળનાડુના રહેવાસી હતા. પોલીસ અધિક્ષક કે.વી. કૃષ્ણાએ જણાવ્યું હતું કે 13 માંથી 12 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક બાળકનું હોસ્પિટલમાં મોત થયું હતું. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.