કર્ણાટકાના ચિત્રદુર્ગમાં એક બસમાં લાગી આગ, 5 લોકોના મોત

0
54

ચિત્રદુર્ગ
તા : 12
કર્ણાટકા રાજ્યના ચિત્રદુર્ગમાં એક ખાનગી બસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે આગ લાગવાના કારણે 5 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. જેમાં બાળોકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે આ દુર્ઘટનામાં 27 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. ચિત્રદુર્ગ બેંગલુરૂથી વિજયપુરા નેશનલ હાઈવે 4 પર આ ઘટના સર્જાઈ હતી.

બેંગલુરૂથી વિજયપુરા જઈ રહેલી બસમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. અહેવાલ મળ્યા મુજબ દુર્ઘટના સમયે બસમાં 32 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં બે બાળકો અને એક મહિલા સહિત 5 લોકો મૃત્યુ પામ્યા છે.

પ્રાથમિક તપાસમાં એન્જિનમાં ખામીના કારણે બસમાં આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું છે. હિરિયુરના એસપી રાધિકાએ ઘટના સ્થળની મુલાકાત લઈને પ્રાથમિક તપાસ કરી હતી. દુર્ઘટનામાં ઘાયલ થયેલા 27 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસે એફઆઈઆર નોંધીને કેસની તપાસ શરૂ કરી છે.