કલોલના સ્વામી દ્વારા PIની બદલીના સમર્થનમાં આવ્યા પોલીસકર્મીઓ

0
52

ગાંધીનગર,તા:07

  • કલોલના સ્વામી દ્વારા PIની બદલીનો મામલો
  • PIની બદલીના સમર્થનમાં આવ્યા પોલીસકર્મીઓ
  • પોલીસકર્મીઓએ વોટ્સએપ સ્ટેટ્સમાં PIનો ફોટો મુક્યો
  • I SUPPORT PI RATHWA SIR લખી વ્યક્ત કરી લાગણી
  • આગામી સમયમાં પોલીસબેડામાં ભારે અસંતોષ ફેલાઈ શકે

કલોલના સ્વામીની ગાડી રોકવા અને દંડ ભરાવવા બદલ સ્વામીએ ધારાસભ્ય અને મંત્રીને ફોન કરી વાડજ PIની બદલી કરાવતા શહેર પોલીસમાં મોરલ ડાઉન કરવા જેવી પરિસ્થિતિ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. PI જે. એ. રાઠવાની બદલી થતા અમે તમારી સાથે છીએ તેવો સંદેશ આપ્યો છે. સોશિયલ મીડિયામાં એક લેટરનો એક ફોટો વાઇરલ કરવામાં આવ્યો છે, જેમાં ડી.વી. સ્વામીને બીજા પોલીસ સ્ટેશનમાં બદલી કરાવવા અંગે લખ્યું છે અને પૂછ્યું છે કે હવે ક્યાંથી ગાડી લઈને નીકળવાના છો એ કહેજો. ગુજરાતના પોલીસકર્મીઓએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં PI રાઠવાનો ફોટો મૂકી I SUPPORT PI RATHWA SIR લખી પોતાનો વિરોધ અને લાગણી વ્યક્ત કરી છે. આ બદલીથી PI સાથે અન્યાય થયાની ચર્ચાએ પોલીસ બેડામાં જોર ચાલી છે. હજારો પોલીસકર્મીઓએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં ફોટો મુક્યા છે. આગામી દિવસોમાં PIની બદલીના વિવાદને લઇ પોલીસબેડામાં ભારે અસંતોષ ફેલાય તો નવાઈ નહીં.

સ્વામીને ઉદ્દેશીને લખેલો પત્ર વાયરલ

હું LR….પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું મારું ઘર નોકરીના સ્થળથી ઘણું દૂર પડતું હોવાથી આવવા-જવામાં તકલીફ નોકરીમાં સમયસર ન પહોંચતાં અમારી બદલી ઘરની નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવી આપવા આપ સ્વામી સાહેબને નમ્ર વિનંતી. આપ સ્વામીની ગાડી રોકતા આપ તાત્કાલિક બદલી કરાવી આપો છો તો આપ હવે ક્યાંથી પસાર થવાના હોય તે અમોને જણાવશો તો આપની ગાડી રોકીએ અને અમારી બદલી થઈ શકે.