કાર્તિક આર્યને ચાઈનીઝ પ્રોડક્ટ્સને લઈને લીધો મોટો નિર્ણય

0
74

મુંબઈ,તા:10 એક્ટર કાર્તિક આર્યન કોરોના મહામારીને કારણે અત્યારે ઘરે જ છે અને પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સને તેનાથી જોડાયેલી અપડેટ્સ આપતો રહે છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે, કાર્તિક આર્યને ચાઈનીઝ મોબાઈલ ફોન્સનો પ્રચાર ન કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવાઈ રહ્યું છે કે, ચાઈનીઝ બ્રાન્ડનો પ્રચાર છોડનારો તે પહેલો એક્ટર છે.

કાર્તિક આર્યન ચાઈનીઝ મોબાઈન ફોન ઓપ્પોનો બ્રાન્ડ એમ્બેસેડર હતો અને તેને પ્રમોટ કરતો હતો. જોકે, એક્ટરે આ વાતની ઓફિશિયલ ઘોષણા કરી નથી પણ હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના હાથમાં ઓપ્પોને બદલે આઈફોન સાથે તસવીર શેર કરી છે. રિપોર્ટ્સ અનુસાર, કાર્તિક આર્યને ભારત અને ચીન વચ્ચે સતત વધી રહેલાં વિવાદોને જોતા આ ડીલ કેન્સલ કરી દીધી છે.

View this post on Instagram

Good Boy is the New Bad Boy

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

કાર્તિકની ફિલ્મો

વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિત આર્યન ડિરેક્ટર કૉલિન ડી કુન્હાની ફિલ્મ દોસ્તાના 2માં જાહ્નવી કપૂર સાથે જોવા મળશે. આ ઉપરાંત તે ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મમાં પણ કામ કરશે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી હશે. કાર્તિક આર્યન છેલ્લે ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલ 2માં જોવા મળ્યો હતો. ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મિશ્ર રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મમાં કાર્તિક સાથે સારાં અલી ખાન લીડ રોલમાં હતી.