કાર્તિક આર્યને પીએમ-કેયર્સ ફંડમાં આટલા રૂપિયા ડોનેટ કર્યા

0
151

મુંબઈ,તા:30 બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન પર હવે કોરોન વાયરસ સામે ચાલી રહેલી જંગમાં આર્થિક રીતે મદદરૂપ થવા સામે આવ્યા છે. કાર્તિક આર્યને પીએમ-કેયર્સ ફંડમાં 1 કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે. આ પહેલા અક્ષય કુમાર, પ્રોડ્યૂસર ભૂષણ કુમાર, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા જેવા અનેક જાણીતા સેલેબ્રિટી અને બિઝનેસમેન આ ફંડમાં ડોનેશન આપી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ અંગે કાર્તિક આર્યન લાંબા સમયથી લોકોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃતતા ફેલાવી રહ્યા હતા. અને હવે તેમણે આજ બિમારી સામે લડવા આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

કાર્તિકે થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ સમયની માંગ છે. આપણે બધાએ દેશના રૂપમાં એકબીજાની સાથે ઊભા છીએ. હું આજે જે પણ છું જે પણ પૈસા મેં કમાયા છે તે તમામ ભારત દેશની જનતાના કારણે કમાયા છે. અને આપણા માટે હું પીએમ-કેયર્સ ફંડમાં 1 કરોડ રૂપિયા ડોનેટ કરું છું. તમામ દેશવાસીઓને પણ નિવેદન કરું છું કે તેમાં વધુમાં વધુ દાન આપે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. અને તે 14 એપ્રિલ સુધી ચાલશે. તેવામાં કાર્તિક આ પહેલા લોકોને ઘરે રહેવાની અપીલ કરી ચૂક્યા છે. કાર્તિકે હાલમાં જ પ્યાર કા પંચનામા જેવી કોરોના વાયરસ માટે સ્પેશ્યલ મોનોલોગ બનાવ્યું હતું. જે સોશિયલ મીડિયામાં ખુબ જ હિટ સાબિત થયું હતું. અને પીએમ મોદીએ પણ તેને રિટ્વીટ કર્યું હતું.