કાર્તિક આર્યને શરૂ કર્યું ભુલભુલૈયા 2નું શૂટિંગ જયપુરમાં !!

0
131

જયપુર,તા:23 કાર્તિક આર્યને ‘ભુલભુલૈયા 2’નું શૂટિંગ જયપુરમાં શરૂ કરી દીધું છે. ફિલ્મના લુકની એક નાનકડી ક્લિપ કાર્તિકે શૅર કરી હતી. એમાં તે સાધુના વેશમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી ‘ભુલભુલૈયા’ની સીક્વલ છે. કાર્તિક સાથે ફિલ્મમાં કિયારા અડવાણી અને તબુ પણ જોવા મળશે. આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી.

 

‘આ લુકમાં મારી સ્માઇલ અટકી નથી રહી. ટિંગ ટિંગ ટિંગ ટિડિંગ ટિંગ ટિંગ. જયપુરમાં શૂટિંગ શરૂ કર્યું છે. કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે.’રાજપાલ યાદવને ‘ભુલભુલૈયા 2’માં કામ કરવાની તક મળતાં તેણે ખુશી વ્યક્ત કરી છે.

આ ‘ભુલભુલૈયા’ની સીક્વલ છે. એમાં અક્ષયકુમાર અને વિદ્યા બાલન લીડ રોલમાં હતાં. એ ફિલ્મમાં રાજપાલે નટવર એટલે કે છોટા પંડિતનો રોલ ભજવ્યો હતો. હવે સીક્વલમાં પણ તે એ જ ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મ આ વર્ષે ૩૧ જુલાઈએ રિલીઝ થવાની છે. ફિલ્મ મળતાં રાજપાલ યાદવે કહ્યું હતું કે ‘આ ફ્રૅન્ચાઇઝીમાં સામેલ થઈને હું ખૂબ ખુશ છું. સાથે જ દર્શકોનો પણ આભારી છું કે તેમણે પાર્ટ-વનમાં મારા પાત્રને ખૂબ પ્રેમ આપ્યો હતો અને આજે પણ એ લોકોને યાદ છે. મારા ડિરેક્ટર અનીસ બઝમીને અને સીક્વલ માટે ભૂષણકુમારનો આભાર માનું છું. મેં શૂટિંગ શરૂ કરી દીધું છે અને હું ખૂબ ઉત્સાહી છું.’