કાશ્મીરના બારામુલામાં આર્મીની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો

0
73

બારામુલા
તા : 12
જમ્મુ-કાશ્મીરમાં સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હુમલો થયો છે. બારામુલા જિલ્લાના સોપોરના હ્યાગમ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ પેટ્રોલિંગ પાર્ટી પર આંતકી હુમલો કર્યો છે. આ હુમલામાં સેનાના એક જવાનને ઈજા થઈ છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હુમલો થયો છે.

મળતી માહિતી મુજબ આતંકવાદિઓએ સેના, સીઆરપીએફ અને પોલસની સંયુક્ત નાકા પાર્ટી પર હ્યાગમમાં ટાઈમ પાસ હોટેલની પાસે કેટલાક રાઉન્ડ ફાયરિંગ ક્યું હતુ. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી જોકે તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આતંકવાદીના ફાયરિંગમાં એક સેના જવાન ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે મોકલી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં ઘેરાબંદી કરવામાં આવી તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.