કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો બેહાલ, આગોતરા વાવેતર માટે પીયત પાણીની ખેડૂતોની માગ

0
56

સુરેન્દ્રનગર,તા:26

  • કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો બેહાલ
  • આગોતરા વાવેતર માટે પીયત પાણીની ખેડૂતોની માગ
  • ખેડૂતોની માગને લઈ ડેમમા પાણી છોડાયું
  • ભાદર ડેમ 1 મા પાયત માટે પાણી છોડાયું

એક તરફ કોરોના ના કહેર વચ્ચે ખેડૂતો હેરાન પરેશાન છે અને છેલ્લા બે મહિનાથી ખેડૂતો ખેતરમાં યોગ્ય રીતે કામ કરી નથી શક્યા અને હવે ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે આગોતરું વાવેતર કરવા માટે ખેડૂતો ને પિયતના પાણીની જરૂરિયાત હતી, જેને લઇ ને જેતપુર તાલુકા અને આસપાસના ખેડૂતો ભાદર 1 ડેમ માંથી પાણી માટે માંગણી કરી હતી જેને લઇ સરકારે ખેડૂતોની આ માંગણીને સ્વીકારી હતી અને આજ થી ભાદર ડેમ 1 માંથી પિયત માટેના પાણીને કેનાલમાં છોડવામાં આવ્યું હતું, જેને લઈને જેતપુર તાલુકાના આસપાસના અનેક ગામોને લાભ મળશે