કોરોનાના કારણે શ્રીલંકામાં થઈ રહ્યો છે અંતિમ સંસ્કાર પર વિરોધ

0
95

કોલંબો
તા : 04
શ્રીલંકામાં કોરોના વાયરસથી સંક્રમિત 2 મુસ્લિમોના મૃતદેહને જબરજસ્તી અગ્નિદાહ આપવમાં આવ્યો હતો. જેને પગલે લઘુમતિ સંમુદાયોમાં ભય વધવા લાગ્યો છે. આ ભયંકર મહામારીના કારણે અહીનાં ઉચ્ચ અધિકારીઓ પર ઈસ્લામમાં દર્શાવવામાં આવેલી દફન વિધી સંસ્કારનો ભંગ કર્યાનો આક્ષેપ લાગ્યો છે. કોલંબોમાં 73 વર્ષીય બિશરુફ હાફી મોહમ્મદ કોરોના વાયરસથી મરનારા બીજા એવા વ્યક્તિ હતા. જેમના અંતિમ સંસ્કાર ઈસ્લામ ધર્મ પ્રમાણે નથી કરવામાં આવ્યા. બિશરુકના મૃતદેહને દફન કરવાની જગ્યાએ અગ્નિદાહ આપવામાં આવ્યો છે. મીડિયાના રિપોર્ટ મુજબ મૃતકના 46 વર્ષીય દિકરા ફૈયાજ જુનિસે જણાવ્યું હતું કે પિતા કિડની ડિસ ઓર્ડરથી પીડિત હતા. 2 અઠવાડિયા પહેલા તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો. એ બાદ 1 એપ્રિલે તેમનું મોત નિપજ્યું હતું.

ફૈયાજે જણાવ્યું હતું કે મારા પિતાના મૃતદેહને પોલીસની દેખરેખ હેઠળ લઈ જવાયો. અમે મુર્દા ઘરની બહાર તેમના માટે પ્રાર્થના કરી પણ જનાજો નહોતો કાઢ્યો. તેમણે એમ પણ કહ્યું કે અહીંની સરકારે મુસ્લિમ ધર્મ પ્રમાણે દફન વિધીની વ્યવસ્થા કરવી જોઈએ. અથવા બીજો કોઈ વિકલ્પ હોય તો એ કરવો જોઈએ અગ્નિદાહ આપવાની જગ્યાએ. અમે ઈસ્લામીક રીતે અંતિમ સંસ્કાર ઈચ્છીએ છીએ. કેટલાય મુસ્લિમ સામાજિક કાર્યકર્તાઓ તથા નેતાઓ વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ડબ્લ્યૂએચઓનો સંદર્ભ ટાંકતા કહ્યું હતું કે સંક્રમિત લોકોના અંતિમ સંસ્કાર અગ્નિદાહથી અથવા દફન વિધીથી કરી શકાય છે. નોંધનીય છે કે શ્રીલંકામાં 5 લોકોના મોત નિપજ્યા છે જેમાંથી 2 મુસ્લિમ હતા.