કોરોનાના વધતા પ્રકોપના પગલે રાજસ્થાને બોર્ડર સીલ કરી

0
87

રતનપુર
તા : 07
દેશમા કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. જેમાં આ મહામારીને રોકવા માટે દેશમા લોકડાઉન ચાલુ છે.જે દરમ્યાન રાજસ્થાન સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે રાજસ્થાન સરકારે રાજયની તમામ સીમાઓ સીલ કરી દીધી છે. જેમાં રાજયની આંતરરાજય સીમાઓ પર બહારના વ્યકિતઓના પ્રવેશને રોકવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તાત્કાલિક તમામ સીમાઓ સીલ કરી દેવાનો આદેશ આપ્યો છે. અશોક ગેહલોતે કહ્યું છે કે દેશના અન્ય રાજયોમાંથી ભારે સંખ્યામા લોકો વિના મંજુરીથી આવવાના ભયના લીધે હાલ સીમાઓ સીલ કરી દેવામા આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સંકટના સમયમા પ્રદેશવાસીઓના જીવનની રક્ષા હમારી સર્વોચ્ય પ્રાથમિકતા છે. તેમજ સીમા પરની આવવાની મંજુરી માટે ભારત સરકારના નિયમોને આધીન જ આપવામા આવશે.

હાલ રાજસ્થાનમા કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. જેમાં રાજયમા કુલ ૩૩૧૭ પોઝીટીવ કેસ છે અને તેમાં મરનારાઓની સંખ્યા ૯૩ થઈ છે. જયારે બુધવારે નવા ૧૫૯ કેસ સામે આવ્યા છે. જેમા સૌથી વધારે ૮૦ કેસ જોધપુરમાં, જયપુરમા ૪૩, પાલીમા ૧૨, અજમેરમા ૫, અલવર ઝાલાવાડ અને જાલોરમા ૩-૩, ઘોલપુર અને ડુંગરપુરમા ૨-૨, રાજસમંદ, કરોલી, સવાઈ,માધોપુર, સીકર, ભરતપુર અને ચિતોડગઠમા ૧-૧ કેસ મળ્યો છે. જયારે જોધપુરમા બીએસએફના ૩૦ જવાન પોઝીટીવ નોંધાયા છે. ગુજરાતની રતનપુર બોર્ડર ચેક પોસ્ટ અને માવલ સીમા પર મોટી સંખ્યામા પ્રવાસીઓ આવી રહ્યા છે. જેમાં છેલ્લા ૧૧ દિવસમા ૭૦ હજારથી વધારે પ્રવાસી રતનપુર બોર્ડરથી રાજસ્થાન પહોંચ્યા છે. જો કે હાલ રાજસ્થાન સરકારના આદેશ બાદ તમામ બોર્ડર સીલ કરી દેવામા આવી છે.