કોરોનાની સારવારની ના પાડનારા ડોક્ટરનું લાઇસન્સ થઇ શકે છે રદ

0
121

જમશેદપુર
તા. 26
હાલ કોરોનાના કેસો વધતા સારવાર માટે ડોક્ટરોની વધુ જરુરીયાત ઉભી થઇ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે કેટલાક હોસ્પિટલમાં ડોક્ટરો જતા ડરી રહ્યા છે તો કેટલાક ભાગી રહ્યા છે. આવી જ ઘટના ઝારખંડમાં સામે આવી હતી, ઝારખંડમાં એક ડોક્ટર કપલે કોરોનાની સારવાર કરવાની ના પાડી દીધી અને નોકરી છોડી દીધી હતી. વેસ્ટ સિંઘભુમ સિવિલ સર્જન ડોક્ટર મંજુ દુબેએ જણાવ્યું હતું કે અમે રાજીનામુ આપનારા ડોક્ટર આલોક તિર્કે ફરી સેવામાં જોડાવવા માટે 24 કલાકનો સમય આપ્યો છે. અને જો આમ ન કરે તો આ ડોક્ટરની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવશે. આ નિર્ણય લેવાનો આદેશ રાજ્યના સ્વાસ્થ્ય સચિવ ડો. નિતિન મદને આપ્યો હતો.

જો કોરોના વાઇરસના દર્દીની સારવાર માટે તેઓ પોતાની ડયૂટીમાં નહીં જોડાય તો તેનું લાઇસન્સ જ રદ કરી દેવામાં આવશે તેવી ચીમકી પણ સરકારે આપી દીધી છે. ઝારખંડ એપિડેમિક ડિસીઝ (કોવિડ-19) રેગ્યુલેશન એક્ટ 2020, એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 હેઠળ એફઆઇઆર પણ દાખલ કરવામાં આવશે. રાજીનામું આપનારા ડોક્ટરને ત્રણ દિવસ પહેલા જ કોરોના વાઇરસની સારવાર માટેની જવાબદારી સોપવામાં આવી હતી, જોકે ડરના માર્યા આ ડોક્ટરે સારવાર કરવાની ના પાડી દીધી હતી અને લેખીતમાં નહીં વોટ્સએપ તેમજ ઇમેલથી જ રાજીનામુ આપી દીધુ હતું.