કોરોનાને કારણે ટી-20 વર્લ્ડ કપ મુશ્કેલ : બ્રેંડન મૈકુલમ

0
80

ક્રાઇસ્ટચર્ચ
તા : 23
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેંડન મૈકુલમે ટી-20 વર્લ્ડ કપની જગ્યાએ આઈપીએલનું આયોજન કરવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસને કારણે ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ મુશ્કેલ છે. આવામાં તેની જગ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)નું આયોજન કરવામાં આવે. ટી-20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી રમાશે. જો કે કોરોનાને કારણે ઓસ્ટ્રેલિયામાં સપ્ટેમ્બર સુધી વિદેશ પ્રવાસન પર રોક લગાવવામાં આવી છે.

મૈકુલમે જણાવ્યું છે કે, મારા મતે આઈપીએલનું આયોજન ઓક્ટોબરમાં કરવામાં આવે. જ્યારે ટી-20 વર્લ્ડ કપની તારીખને થોડી લંબાવવામાં આવે. આનો અર્થ એ છે કે મહિલા વનડે વર્લ્ડ કપની તારીખ પણ આગળ જશે. આપણને ત્રણેય મોટા ટૂર્નામેન્ટ એક સાથે જોવા મળી શકે છે.

તેમના મતે, ટી-20 વર્લ્ડ કપ દર્શકો વગર રમાઈ શકે છે અને 16 દેશોની ટીમ કોવિડ-19ને કારણે લગાવવામાં આવેલા યાત્રા પ્રતિબંધને કારણે ઓસ્ટ્રેલિયા પહોંચી શકશે નહી. ગુરુવારે આઈસીસીની મુખ્ય કાર્યકારીઓની કમિટીની બેઠક યોજાશે જેમાં કોવિડ-19ના કારણે નાણાંકીય અસરની ચર્ચા પર ચર્ચા કરાશે અને તમામ આઈસીસી વૈશ્વિક મેચોની યોજના મામલે પણ ચર્ચા થશે જેમાં ટી-20 વર્લ્ડ કપ પણ સામેલ છે.