કોરોનાનો નવો ગઢ બન્યું યૂએસ, દર અઢી મિનિટે એકનું મોત

0
119

ન્યૂયોર્ક
તા : 01
કોરોનાના કેર સામે ઝઝૂમી રહેલા અમેરિકામાં સ્થિતિ ભયાવહ બની રહી છે. કોરોનાની ઝપેટમાં આવવાથી અમેરિકામાં દર અઢી મિનિટે એક વ્યક્તિનું મોત થઇ ચુક્યા છે. આ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્ક શહેર સંક્રમિત લોકોના મામલે આ કિલર કોરોના વાયરસના ગઢ ચીનના હુવેઇ પ્રાંતથી પણ આગળ નીકળી ગયું છે. અમેરિકામાં અત્યાર સુધી 3,890 લોકોના મોત થયા છે અને આ આંકડો હજુ વધી શકે છે. એકમાત્ર ન્યૂયોર્ક શહેરમાં જ દરેક 6 મિનિટ પર એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે. ન્યૂયોર્ક શહેરમાં મૃત્યુ આંક 1000ને પાર કરી ગયો છે. ગઇ કાલે રાતે અહીં કોરોનાવાયરસથી મૃત્યુ પામનારાઓનીં સંખ્યા 182 વધી ગઇ. ન્યૂયોર્ક શહેરમાં 41,771 લોકો કોરોના પોઝીટીવ છે. સમગ્ર ન્યૂયોર્ડ રાજ્ય દુનિયામાં કોરોના મહામારીનો નવો ગઢ બની ગયો છે. અહીં કોરોના સંક્રમણના 75,795 કેસ સામે આવ્યાં છે. સાથે જ ચીનના હુવેઇ પ્રાંતમાં કોરોના સંક્રમણના 67,801 કેસ સામે આવ્યાં હતાં.

ન્યૂયોર્કમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા એટલી ઝડપથી વધી રહી છે કે લાશોને દફનાવવામાં ખૂબ જ મુશ્કેલી થઇ રહી છે. ગત 30 વર્ષથી લાશોને દફનાવવાનું કામ કરતી કંપનીના સીઇઓ મર્મોએ જણાવ્યું કે એટલી વધુ સંખ્યામાં લાશો આવી રહી છે તેમને સંભાળવી મુશ્કેલ થઇ રહી છે. હું નથી જાણતો કે હું કેટલી લાશો લઇ શકું છું. આખા ન્યૂયોર્ક શહેરમાં કોઇપણ એટલું સંસાધન નથી ધરાવતુ કે આટલી મોટી સંખ્યામાં લાશોને દફનાવી શકે. ન્યૂયોર્કમાં લાશોની એ સ્થિતિ છે કે દરેક હોસ્પિટલમાં મડદાઘર ઉભરાઇ રહ્યાં છે. અત્યાર સુધી આ મહામારીથી અમેરિકાને સુરક્ષિત સાબિત કરવાનો પ્રયાસ કરી રહેલા ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આગામી 2 અઠવાડિયામાં દેશ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થશે. ટ્રમ્પ બાદ તેના ટાસ્ક ફોર્સના ટૉપ હેલ્થ ઑફિસર ડૉ. બેબોરા બકર્સે કહ્યું કે ગાઇડલાઇન્સનું પાલન કર્યા બાદ પણ 1 લાખથી 2.4 લાખ લોકોના મોત થવાની આશંકા છે.