કોરોનાવાયરસ : ઝેરી પીણાના સેવનનથી 44 લોકોનાં કરૂણ મોત

0
199

કોરોનાવાયરસથી અસરગ્રસ્ત ઈરાનમાં આ બીમારી વધુ ના ફેલાય તે માટે તમામ કેદીઓને અસ્થાઈ રીતે છોડવામાં આવ્યા છે. આ દેશમાં જીવલેણ વાયરસનાં કારણે એટલો મોટો ડર ઘૂસી ગયો છે કે તેનાથી બચવા માટે લોકોએ એવું પીણું પીધું કે 44 લોકોના જીવ જતા રહ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ખુજેસ્તાન પ્રાંતનાં અહ્રાજનો છે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઝેહરીલો દારૂ એટલા માટે પીવામાં આવ્યો હતો કે એ અફવા ફેલાઈ હતી કે આ દરૂ પીવાથી કોરોનાવાયરસનાં ચેપથી બચી શકાય છે.

આ મામલે એક અહેવાલમાં અહ્રાજ જોંડી શાહપુર યૂનિવર્સીટી ઓફ મેડિકલ સાયન્સનાં પ્રવક્તા ડોક્ટર અલી ઈશનપૌર્ જણાવ્યું કે ઝેહરીલા દારૂનાં સેવનનનાં કારણે કેટલાક લોકોને નુકશાન થયું છે. અત્યાર સુધી સારવાર માટે દેશભરમાંથી 270 લોકોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

ઈરન પ્રાન્તનાં ડિપ્ટી પબ્લિક પ્રોસિક્યૂટર અલી બીરવંદનાં હવાલાથા જણાવ્યું કે ઝહેરીલા દારૂ વેચવાનાં આરોપ સર અલગ અલગ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઈરાને જણાવ્યું હતું કે નવા કેસ પ્રમાણે 54 વધુ લોકોની મોત થઈ છે. જેના કારણે મરનારની સંખ્યા વધીને 291 થઈ ચૂકી છે. અને ઈસ્લામી ગણરાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 8042 સુધી પહોંચી ગઈ છે. પશ્ચિમ એશિયામાં કોરોનાવાયરસનાં કારણે ઈરાન સૌથી વધુ પ્રભાવિત દેશ છે.