કોરોના : એર ઇન્ડિયાને દરરોજ ૩૫ કરોડ રૂપિયાનું નુકસાન

0
41

નવીદિલ્હી
તા. 26
ફ્લેગ કેરિયર એર ઇન્ડિયાને દરરોજ જોરદાર નુકસાન થઇ રહ્યું છે. કોરોના વાયરસના પરિણામ સ્વરુપે ઓપરેશન બંધ રાખવામાં આવ્યા બાદ દરરોજ એર ઇન્ડિયાને ૩૦થી ૩૫ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. લોકોની અવરજવરને નિયંત્રણમાં લેવા માટે કઠોર નિયંત્રણો લાગૂ કરવામાં આવી ચુક્યા છે. ઘણા દેશોએ ઇન્ટરનેશનલ ફ્લાઇટો પર પ્રતિબંધ મુકી દીધા છે. ભારતે પણ ફ્લાઇંગ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. એર ઇન્ડિયાનું કહેવું છે કે, અન્ય સ્થાનિક કેરિયરની સાથે અમે પણ કોમર્શિયલ ફ્લાઇટો ઉપર પ્રતિબંધ મુકી ચુક્યા છે.

સરકારના આદેશ મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્યુઅલ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ, એરપોર્ટ ફી જેવા ચોક્કસ ખર્ચને ધ્યાનમાં લઇ રહ્યા નથી પરંતુ હાલમાં જુદી જુદી બાબતોને લઇને મુશ્કેલી આવી રહી છે. પગાર અને ભથ્થાની ચુકવણી કરવાની જરૂર પડનાર છે.

એર ઇન્ડિયાની કુલ કમાણી એક દિવસની ૬૦થી ૬૫ કરોડ રૂપિયાની આસપાસ રહે છે જે પૈકી પેસેન્જર રેવેન્યુમાંથી ૯૦ ટકાની આવક થાય છે. એર ઇન્ડિયામાં પગાર બિલ આશરે મહિને ૨૫૦ કરોડ રૂપિયા છે જ્યારે એર ક્રાફ્ટ લીઝ ભાડુ ૩૦ મિલિયન ડોલર પ્રતિ મહિનાની આસપાસ છે. એરલાઈન્સ પાસે ૨૧ બોઇંગ બી-૭૮૭-૮૦૦ વિમાન ભાડા પટ્ટા પર છે. દરેક બોઇંગ ૭૮૭ માટે લીઝ ભાડુ મહિને એક મિલિયન ડોલરની આસપાસ છે. આ ઉપરાંત અન્યોમાં વ્યાજની ચુકવણી પણ જંગીરીતે કરવામાં આવી રહી છે. એર ઇન્ડિયાની સાથે સાથે અન્ય એરલાઈનો પણ મુશ્કેલીમાં છે.