કોરોના : ટેનિસ ખેલાડી ફેડરરએ 7.70 કરોડ રૂપિયા ડોનેટ કર્યા

0
48

લુસાને
તા. 26
કોરોના મહામારીને કારણે આખુ વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે દિગ્ગજ સ્પોર્ટ્સ સ્ટાર્સ મદદ માટે હાથ લંબાવી રહ્યા છે. ટેનિસના લેજન્ડરી સુપર સ્ટાર ખેલાડી રોજર ફેડરર અને તેની પત્ની મિરકાએ સ્વિત્ઝર્લેન્ડમાં કોરોના કારણે જીવન નિર્વાહ કરવા માટે સંઘર્ષ કરી રહેલા પરિવારો માટે ૧૦ લાખ સ્વિસ ફ્રાન્ક (આશરે 7.70 કરોડ રૃપિયા) ડોનેટ કર્યા છે.

ફેડરરની સાથે સાથે ટોચના ફૂટબોલ સ્ટાર્સ ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને લાયોનેલ મેસી પણ જરૃરિયાતમંદોની મદદે આવ્યા છે. રોનાલ્ડોએ લિસ્બનની સાન્તા મારિયા હોસ્પિટલમાં બે વોર્ડ ખોલવા માટે સાધનો પુરા પાડયા હતા. જેમાં પ્રત્યેક વોડમાં ૧૦-૧૦ બેડ, વેન્ટિલેટર્સ, હાર્ટ મોનિટર્સ, ઈન્ફ્યુઝન પંપ, સિંરિંજ વિગેરે જેવી મેડિકલ સુવિધા આપી હતી.

જ્યારે બાર્સેલોનાના સુપરસ્ટાર આર્જેન્ટાઈન ફૂટબોલર લાયોનેસ મેસીએ કોરોના વાઈરસ સામેની લડાઈમાં ૧૦ લાખ યુરો એટલે કે આશરે ૧૦.૦૮ કરોડ ડોલર જેટલી રકમ દાનમા આપી હતી. મેસીની સાથે સાથે માંચેસ્ટર સિટીના મેનેજર પેપ ગ્યુર્ડિઓલાએ પણ ૧૦ લાખ યુરો દાનમાં આપ્યા હતા.