કોરોના ની કહેર વચ્ચે ડાકોરના મેળાનું આયોજન રખાયું યથાવત

0
97

ડાકોર
કોરોના વાઈરસને પગલે સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ 12થી વધુ શંકાસ્પ્રદ કેસો નોંધાયા છે. જેને લઈને સરકારે લોકોને માસ્ક પહેરાવાની તેમજ વધારે ભીડવાળી જગ્યાઓ પર ના જવાની સલાહ આપી છે. બીજી તરફ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હોળીના તહેવારમાં ફાગણી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ ફાગણી પૂનમના મેળામાં અંદાજે 10 લાખ જેટલા શ્રદ્ધાળુઓ રણછોડરાયજીના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આ વર્ષે વાઈરસનો ખતરો હોવાથી તંત્રએ સુરક્ષામાં વધારો કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની તૈયારી કરી છે. ડાકોરના મેળામાં તમામ કર્મચારીઓને માસ્ક અને ક્લોઝ આપવામાં આવશે જેથી બીમાર યાત્રિકને સમયસર જરૂરી સારવાર તેમજ માસ્કની સુવિધા મળી રહે.
આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ડી.સી જાગાણીએ જણાવ્યું કે, જે બીમાર કે અસરગ્રસ્ત હોય તે વ્યક્તિને માસ્ક પહેરવો જોઈએ જેથી ચેપ ન લાગે. નોર્મલ વ્યક્તિને માસ્ક પહેરવાની જરૂર નથી. બિનજરૂરી અફવા ન ફેલાય અને જગૃતિ રહે તે જરૂરી પેમ્પ્લેટ વહેંચવામાં આવશે તેમજ વિશાળ હોર્ડીંગ્સ પથયાત્રી માર્ગ ઉપર લગાવવામાં આવશે.