કોરોના : પંજાબમાં ફંડ એકઠું કરી સેનિટાઈઝર-માસ્ક લાવ્યા

0
318

નાભા
તા. 26
પંજાબમાં નાભા જિલ્લાનું અગેતા ગામ. અહીંની વસતી આશરે 750 છે. ફક્ત 10 લોકો શિક્ષિત છે. એવામાં કોરોના વાઈરસના ખતરાને સમજી ગામના લોકોએ ગામને બચાવવાનો સંકલ્પ કર્યો. કોરોનાના ખતરા વચ્ચે જ્યાં લોકો માનવતા ભૂલી નિયમનો ભંગ કરી રહ્યા છે, એવામાં અગેતા ગામના લોકો ફંડ એકઠું કરી સેનિટાઈઝર અને માસ્ક ખરીદી લાવ્યા છે. તેમણે ગામની દરેક શેરી, મંદિર, ગુરુદ્વારામાં સેનિટાઈઝરનો છંટકાવ કર્યો. બીજી બાજુ લોકોને માસ્ક પણ વહેંચ્યા હતા.

બ્લોક પ્રધાન હરવિંદર સિંહે જણાવ્યું કે ગામના માર્ગો પર બેરિકેડ્સ લગાવ્યાં છે. લોકો પર નજર રખાઈ રહી છે. લોકો દવા લેવા બહાર જઈ શકે છે પણ તેમણે એક રજિસ્ટરમાં આવવા-જવાનો સમય નોંધવો પડે છે. જરૂરી વસ્તુઓ અને રોકડ ગામમાં ઉપલબ્ધ કરાવાય છે. ગામમાં સંબંધીઓના આવવા પર પ્રતિબંધ છે. ઈમરજન્સીમાં કોઈ આવે તો તેણે સેનિટાઈઝેશનની પ્રક્રિયાનો સામનો કરવો પડે છે. ગામના ત્રણ પબ્લિક નાકા પર ગામના લોકો શિફ્ટ મુજબ પહેરો આપે છે. ગામની બહાર મજૂરી કરવા જતા લોકોને ખાવાનું અને દવાઓ ગામમાં જ ઉપલબ્ધ કરાવાય છે.