કોરોના પર AMC એકશનમાં, AMTS – BRTS બસ સ્ટેન્ડ પર મૂકાશે સેનિટાઈઝર

0
95

અમદાવાદ
દુનિયા પર કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. ભારતમાં પણ હવે ધીરે ધીરે તેની અસર દેખાઈ રહી છે, આ અસરને જોતા સ્વાસ્થ્ય વિભાગ એકશન મોડ માં આવી ગયો છે ને આ વાયરસ થી લાડવા માટે બધા જ યથાગ પ્રયત્નો કરી રહ્યા છે. આ કોરોના વાયરસ ની અસરને જોતા ગુજરાત સરકાર પણ સાવચેતી ભર્યા પગલાં લઇ રહી છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ‘નમસ્તે’ અંતર્ગત કોરોના વાઈરસ સામે કોર્પોરેશન દ્વારા રાખવામાં આવેલી સાવચેતીની જાણકારી આપી હતી. માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર સેનિટાઈઝર મૂકવામાં આવશે. ઉપરાંત સાફસફાઈ કરનાર સફાઈ કામદારોને માસ્ક પહેરવાના રહેશે તેવી માહિતી આપી હતી. સાથે જ વૃદ્ધાશ્રમોમાં તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાઈરસ ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે સાવચેતી રાખવા બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

સામાન્ય લોકો માસ્ક પહેરવું જરૂરી નહીં
નહેરાએ જણાવ્યું હતું કે, જે લોકો અસરગ્રસ્ત અથવા અન્ય દેશમાંથી આવ્યા હોય તો તેઓ ઘરમાં એક રૂમમાં રહો, 104 નંબર પર ફોન કરો, કોર્પોરેશનના અધિકારી અને ડોક્ટર આવશે. જરૂર પડ્યે હોસ્પિટલમાં લઈ જશે અને માસ્ક પણ આપવામા આવશે. સામાન્ય નાગરિકોએ માસ્ક પહેરીને ફરવાની જરૂર નથી માત્ર શંકાસ્પદ હોય તે લોકોએ જ પહેરવું.

નાગરિકોએ પાંચ વસ્તુ ધ્યાન રાખો
નમસ્તે કહી અને અભિવાદન કરવું, હાથ મિલાવવાનું ટાળવું
હાથ વ્યવસ્થિત સાફ કરવા
મોંઢે, આંખ અને નાક પર હાથ રાખવો નહિ
ભીડભાડવાળી જગ્યા પર જવું ટાળો
અફવાઓથી સાવધાન રહો