કોરોના વાઈરસ : ઈટાલીમાં 24 કલાકમાં 368 લોકોના મોત

0
121

રોમ
તા.16
કોરોના વાઈરસનો પ્રકોપ હવે 157 દેશો સુધી ફેલાઈ ગયો છે. સોમવારે સવાર સુધીમાં કુલ 1,69,515 કેસ સામે આવ્યા છે. મૃત્યુઆંક 6,515 સુધી પહોંચી ગયો છે. સારી વાત એ છે કે, 77,753 લોકો ઈન્ફેક્શનમાંથી સારા પણ થયા છે. કોરોના વાઈરસના કારણે ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 368 લોકો મોતને ભેટ્યા છે, જ્યારે એકજ દિવસમાં 3590 નવા કેસ નોંઘાય છે. આ સાથે જ ઈટાલીમાં અત્યાર સુધીમાં 1809 લોકોના મોત થયા છે અને 24747 લોકો પોઝિટિવ છે.

જર્મનીએ કોરોના વાઈરસના ફેલાવાને લઈને પાંચ દેશ સાથેની બોર્ડર બંધ કરી દીધી છે. જેમાં ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, સ્વિત્ઝરલેન્ડ, ડેનમાર્ક અને લક્ઝમબર્ગનો સમાવેશ થાય છે. અમેરિકાએ 29 રાજ્યોની સ્કૂલોમાં આગામી આદેશ ન મળે ત્યાં સુધી સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના જણાવ્યા પ્રમાણે બે હજાર હાઈસ્પીડ લેબ સોમવારથી શરૂ થશે. પોપ ફ્રાન્સિસ પણ વેટિકનથી નીકળીના રોમની ખાલી રસ્તાઓ પર નીકળ્યા હતા. તેમણે મહામારી ઝડપથી ખતમ થાય તે માટે પ્રાર્થના કરી હતી.