કોરોના વાયરસ ખત્મ થતા જ કોરોનાનાં જનક ચીનની પાછળ દુનિયા પડી જશે !!!

0
80

ઇન્ટરનેશનલ,તા:20 કોરોના વાયરસ મહામારી સ્વાસ્થ્ય સંકટની સાથે જ હવે વૈશ્વિક ગતિરોધનું કારણ બનતો જઇ રહ્યો છે. દુનિયાનાં તમામ દેશ વાયરસની પાછળ ચીનનું ષડયંત્ર ગણાવી રહ્યા છે. અમેરિકાએ ખુલ્લેઆમ ધમકી આપી છે અને હવે જર્મનીએ તો ચીન પાસે ભારેભરખમ વળતર પણ માંગ્યું છે.અમેરિકા ઉપરાંત અનેક યૂરોપીય દેશોની માફક જર્મની પણ ચીનને જ કોરોના વાયરસ ફેલાવવા માટે જવાબદાર માને છે.

ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આ વાતની તપાસ કરી રહ્યું છે કે આ જીવલેણ વાયરસ શું ચીનની લેબમાં પેદા કરવામાં આવ્યો છે? આ માટે અમે ચીન જવા ઇચ્છીએ છીએ અને સમજવા ઇચ્છીએ છીએ કે આખરે શું થયું? આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુ કે જો ચીન કોરોના વાયરસ ફેલાવવા માટે જવાબદાર નીકળ્યું તો તેણે યાદ રાખવું જોઇએ કે તેના પરિણામો તેણે ભોગવવા પડશે.આમાં 27 બિલિયન યૂરો ટૂરિઝમથી થયેલું નુકસાન, 7.2 બિલિયન યૂરો ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જર્મન એરલાઇન્સ અને નાના બિઝનેસને થયેલા 50 બિલિયન યૂરોનાં નુકસાનનું બિલ ચીનને મોકલવામાં આવ્યું છે. જર્મનીએ કોરોનાનાં કારણે પોતાને થયેલું નુકસાન ફક્ત ગણાવ્યું જ નથી, પરંતુ તેનું બિલ પણ ચીનને મોકલી દીધું છે. તો અમેરિકી તપાસ ટીમ પણ આ માટે તૈયાર બેઠી છે. રવિવારનાં વ્હાઇટ હાઉસમાં થયેલી પ્રેસ કોન્ફરન્સ કરતા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વુહાનથી કોરોનાની શરુઆત થઈ અને ચીનથી અમે ખુશ નથી.